Advertisement
Author: નોબત સમાચાર

મહાજન સમાજના દાતાઓ તરફથી પક્ષીઓ માટે ૯૫ સ્થળોએ ચણનું દાન

ઉદ્યોગપતિ કાંતિલાલ ગડાના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: મહાજન સમાજના દાતાઓ દ્વારા પક્ષીઓ માટે ચણનું દાન આપવામાં આવ્યું છે. જેમાં મુળ ટીંબડી ગામના અને હાલ મુલુંડ (મુંબઈ)માં રહેતા હાલારી વિશા ઓશવાળ સમાજના દાતા પુરીબેન મેપાભાઈ કરમણ ગડા પરિવાર તથા ચેતનભાઈ મનસુખભાઈ નગરીયા (મુંગણી) તરફથી ૫૦-૫૦ બાચકા, મનસુખભાઈ સુમરીયાએ ૩૦ બાચકા, જેન્તીભાઈ સુમરીયાએ ૨૦ બાચકા, મોતીબેન પ્રેમચંદ ગડાએ ૨૫ બાચકા, લંડન નિવાસી અને મૂળ ઢીંચડાના વતની મણીબેન જીવરાજ મારૂ હ. ભરતભાઈ જીવરાજ મારૂ તરફથી ૨૬ બાચકા તથા અન્ય દાતાઓ તરફથી ૩૮ બાચકા ચણનું દાન આપવામાં આવ્યું છે. આ કાર્યમાં હાલારી વિશા ઓશવાળ સમાજના આગેવાન ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભાઈ કરમણભાઈ ગડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. નાનજીભાઈ સોનગરાએ ખંભાળીયા, ભાટીયા સહિતના કુલ ૯૫ સ્થળોએ ચણનું વિતરણ કર્યું હતું. ચણ માટે દાન આપવા કાંતિલાલ ગડા મો. ૯૮૯૨૧ ૯૯૧૯૦, નાનજીભાઈ સોનગરા મો. ૯૪૨૬૯ ૫૫૪૫૦નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh