Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતાપરમાં સ્કોર્પિયો સાથે ટ્રક ટકરાયોઃ
જામનગર તા. ૪: જામનગરના ધુંવાવ પાસે ગઈકાલે સવારે મૂર્તિ પધરાવીને પરત આવતા સાસુ-વહુને એક રિક્ષાએ ટક્કર મારી દીધી હતી. જ્યારે શનિવારે સાંજે જામજોધપુરના સતાપર પાસે સ્કોર્પિયો સાથે ટ્રક ટકરાઈ પડ્યો હતો.
અમદાવાદના નારોલ વિસ્તારમાં વસવાટ કરતા મૂળ જામજોધપુરના સતાપર ગામના જીતેન્દ્રભાઈ દેવજીભાઈ રાઠોડ નામના યુવાન પોતાના પરિવાર સાથે જીજે-૨૭ ઈએફ ૭૪૦૮ નંબરની સ્કોર્પિયોમાં શનિવારે સતાપરથી જામજોધપુર તરફ જતા હતા. ત્યારે માર્ગમાં વડવાળા ગામના પાટીયા પાસે જીજે-૩ બીવાય ૬૬૬૫ નંબરના ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીતેન્દ્રભાઈ સહિતના વ્યક્તિઓને ઈજા થઈ છે. તેઓએ જામજોધપુર પોલીસમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ધુંવાવ ગામની નદી પાસેથી ગઈકાલે સવારે મીનાબેન સંજયભાઈ ઝીંઝુવાડીયા તથા તેમના સાસુ મંજુબેન નદીમાં મૂર્તિ પધરાવીને પરત આવતા હતા ત્યારે રાજકોટ તરફથી પુરઝડપે ધસી આવેલી જીજે-૧૧-યુયુ ૧૬૮૨ નંબરની સીએનજી રિક્ષાએ ઠોકર મારતા સાસુ-વહુ ઘવાયા છે. સંજયભાઈ કિશોરભાઈ ઝીંઝુવાડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial