Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલના કુલ્લુ-શિમલામાં વાદળો ફાટતા મચી તબાહીઃ ૩રપ રસ્તા બંધ

સ્થાનિક હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટઃ

                                                                                                                                                                                                      

શિમલા તા. ૧૪: હિમાચલના કુલ્લુ અને શિમલામાં વાદળો ફાટતા તબાહી મચી છે અને ૩રપ રસ્તા બંધ કરાયા છે. ઘણાં પુલ તણાયા હોવાનું જાણવા મળે છે. હજુ પણ એલર્ટ અપાયું છે.

પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને હિમચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. બુધવારે સાંજે કુલ્લુમાં બે અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી. જેના કારણે હિમાચલમાં પૂરની સ્થિતિ સર્જાઈ અને સમગ્ર રાજ્યમાં તબાહી મચી ગઈ હતી. વાદળ ફાટવાના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રાજ્યના ૩રપ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતાં.

સતત વરસાદના કારણે હિમાચલ પ્રદેશને પણ આર્થિક નુક્સાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ર૦ જૂનથી શરૂ થયેલા વરસાદમાં અત્યાર સુધીમાં ર૦૩૧ કરોડ રૂપિયાનું નુક્સાન થઈ ચૂક્યું છે. આર્થિક સિવાય જાનમાલનું પણ ભારે નુક્સાન થયું છે. આ સિઝનમાં વરસાદ સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી ૧ર૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, ૩૬ લોકો ગુમ છે.

મળતી માહિતી મુજબ કુલ્લુમાં બે જગ્યાએ નિરમંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બજાર ઉપમંડળની તીર્થન ખીણની બાથાધ પહાડી પર બુધવારે સાંજે વાદળ ફાટવાની ઘટના બની હતી. શ્રીખંડ પહાડીમાં વાદળ ફાટવાના કારણે કુરપન રાવીમાં પૂર આવી ગયું અને તંત્રએ બાગીપુલ બજારને તુરંત ખાલી કરાવી દીધી હતું. બુધવારે રાત્રે શિમલાના રામપુર વિસ્તારના નંટીમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં પુલ ધરાશાયી થઈ ગયો હતો. તીર્થન નદી કિનારે બનેલા અમુક કોટેજને નુક્સાન પહોંચ્યું છે અને અમુક વાહનો પણ પાણીમાં વહી ગયા. કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ. રવિશે જણાવ્યું કે, તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી છે અને નુક્સાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

નોંધનિય છે કે, લાહૌલ-સ્પિતિ જિલ્લામાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે. આ ઘટનામાં બે પુલ ધોવાઈ ગયા તાં. કરપટ ગામમાં વધતા જોખમના ભયથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ચંબા, કાંગડા અને મંડીમાં ગુરુવારે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જો કે શુક્રવારથી રવિવાર સુધી ચારથી છ જિલ્લામાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh