Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યાે:
જામનગર તા. ૨૬: જામનગરના દરેડમાં રહેતા એક મહિલાએ સાસરિયા પક્ષ ત્રાસ આપતો હોવાની પોલીસમાં અરજી કર્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. પાંચ વર્ષની લડત પછી સાસરા પક્ષ સામે ફોજદારી કેસ દાખલ કરવા અને સમન્સ જારી કરવા હુકમ કરાયો છે.
જામનગર નજીકના દરેડમાં રહેતા વજીબેન દેવશીભાઈ નામના મહિલાએ પોતાના સાસરિયા ત્રાસ આપતા હોવાની રજૂઆત લગત પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી.
અંતે આ મહિલાએ અદાલતમાં ફરિયાદ દાખલ કરાવવા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કર્યાે હતો અને સમિતિએ તા.૪-૧-ર૦ના આદેશથી આ મહિલાના વકીલ તરીકે રવિ એચ. સોલંકીની નિમણૂક કરી હતી.
ત્યારપછી અદાલતમાં સાસરા પક્ષના સવાભાઈ બધાભાઈ ખટાણા, ગંગાબેન સવાભાઈ, ધારાભાઈ બધાભાઈ, ધનાભાઈ બધાભાઈ, લાભુબેન બધાભાઈ, રાજેશ ધનાભાઈ, રાહુલ ધનાભાઈ, શિતલ ધનાભાઈ, હિતેશ બચુભાઈ, મુન્ના કરણાભાઈ, કાજલ મુન્નાભાઈ સામે આઈપીસી ૩૨૩, ૩૫૨, ૪૯૮ (ક), ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી પ્રોસેસ ઈસ્યુ કરવા અરજી કરાઈ હતી. અદાલતે આઈપીસી ૩૨૩, ૩૫૨, ૪૯૮ (ક), ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ કાઢવા હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial