Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીડિયો-ફોટોગ્રાફીથી વીજચોરી પુરવાર નહીં:
જામનગર તા. ૭: જામનગર નજીકના દરેડમાં એક આસામી વીજચોરી કરતા હોવાનો આક્ષેપ મૂકી ફોજદારી ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર નજીકના દરેડમાં દીપક વારસાકીયા નામના આસામીના મકાનમાં ગઈ તા.ર૩-ર-રરના દિને વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કર્યા પછી આ આસામી વીજચોરી કરતા હોવાની ફરિયાદ જીયુવીએનએલ પોલીસ મથકમાં કરાઈ હતી.
ઉપરોક્ત કેસ ખાસ વીજ અદાલતમાં ચાલવા પર આવતા વીજચોરી, સ્થળ પર ચેકીંગ ટીમે કરેલી વીડિયોગ્રાફી, ફોટોગ્રાફીથી સાબિત થતી નથી તેવી દલીલ કરાતા અદાલતે આ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી, જે.ટી. જાડેજા, દર્શન ગોસ્વામી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial