Advertisement
Author: નોબત સમાચાર

'દાના' વાવાઝોડું આંધ્ર-ઓડિસા ભણીઃ તોફાની પવન સાથે ભારે વરસાદની વકી

આજે રાત્રે કે કાલે પરોઢિયે તેજ ગતિથી ત્રાટકશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: 'દાના' વાવાઝોડું આજે રાત્રે અથવા કાલે વહેલી સવારે ૭પ થી ૯૦ કિલોમીટરની ઝડપે ઓડીસા અને આંધ્રપ્રદેશના કિનારે ત્રાટકશે તે પછી ભારે પવનો સાથે ભારે વરસાદની શક્યતા જણાવાઈ રહી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે 'દાના' વાવાઝોડાના રૂપમાં ઝડપથી તીવ્ર બની રહ્યું છે, જેના કારણે પૂર્વ તટિય રાજ્યોમાં ચિંતા વધી છે. ભારતીય હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર આ વાવાઝોડુ (જેને 'દાના' તરીકે નામ આપવામાં આવ્યું છે) હાલમાં ૭પ કિલોમીટર પ્રતિકલાકથી વધુ પવનની ઝડપ સાથે આગળ વધી રહ્યું છે અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસી રહ્યું છે.

આઈએમડીએ જણાવ્યું કે, આ વાવાઝોડુ આજે (૩ ઓક્ટોબર) રાત્રે કે કાલ (૪ ઓક્ટોબર) સવાર સુધીમાં ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા પર લેન્ડ ફોલ કરી શકે છે, ત્યારે ૮૦/૯૦ મી./કલાકની ઝડપે ભારે પવનો સાથે ભારે વરસાદની શક્યતા છે. આ પહેલા અહેવાલોમાં ગઈકાલે ર ઓક્ટોબરે મધરાત પછી લેન્ડ ફોલનો અંદાજ કરવામાં આવ્યો હતો, પરંતુ તાજા મોડેલ્સ અનુસાર તે થોડી વિલંબિત થઈ છે. વાવાઝોડુ લેન્ડ ફોલ પછી નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં રૂપાંતરિત થઈ શકે છે, જેમાં પવનની ગતિ ૪પ-પપ કિ.મી./કલાક સુધી ઘટી જશે, પરંતુ તેની અસર પ/૬ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

ઓડિશા (પૂરી, ભદ્રક, બલાસોર). આંપ્રપ્રદેશ (વશાખા પટ્ટનમ્ , શ્રીકાકુલમ) અને પશ્ચિમ બંગાળના કિનારાઓ પર ભારે વરસાદ, પૂર અને તટિય ભરાવાનું જોખમ છે. એનડીઆરએફની ર૦ ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે અને માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીએ ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. આ વાવાઝોડુ ઝડપથી તીવ્ર બની રહ્યું છે, પરંતુ લેન્ડફોલ પછી તે નબળું પડશે. લોકોને તટીય વિસ્તારોમાંથી દૂરરહેવાની સલાહ અપાઈ છે.

આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુઝ મોહપત્રે કહ્યું, આ વાવાઝોડુ ર૦રપ ના પોસ્ટ-મોન્સુન વિઝન સંપત્તિના સમયે પ્રથમ મોટું વાવાઝોડું છે, જે વાતાવરણીય પરિવર્તનને કારણે વધુ તીવ્ર બનવાની શક્યતા વધારી રહ્યું છે. આજે સવારે ત્રણ વાગ્યાની વેબસાઈટમાં પ્રચંડ વાદળાઓ બંગાળના અખાતમાં ઉમટી રહ્યાનું દર્શાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh