Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવાયો
મુંબઈ તા. ૨૫: વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા થઈ ગઈ છે. શુભમન ગિલ કેપ્ટન, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન બન્યો છે. ૨ ઓકટોબરથી અમદાવાદમાં પ્રથમ મેચ રમાશે. બીજી તરફ વે. ઈન્ડિઝ પણ ટીમ પસંદ કરી લીધી હોવાનું જાણવા મળે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ૧૫ સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ગુરુવારે ટ્વિટ કરીને ટીમ વિશે માહિતી આપી હતી. તે મુજબ સિરીઝની પહેલી ટેસ્ટ ૨ ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ ૧૦ ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.
ભારતીય ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નીતિશ રેડ્ડી અને એન જગદીશન રેડ્ડીનો સમાવેશ કરાયો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ૨૦૨૫-૨૭નો ભાગ છે. ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ૨-૨થી ડ્રો કરી હતી. દરમિયાન, વેસ્ટ ઇન્ડીઝ છઠ્ઠા સ્થાને છે, જેણે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ હારી છે.
વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ ટીમ રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, બ્રેન્ડન કિંગ, કેવલોન એન્ડરસન, શાઈ હોપ, જોન કેમ્પબેલ, એલિક એથનાસ, ટેવિન ઇમલાક, જસ્ટિન ગ્રીવ્સ, એન્ડરસન ફિલિપ, અલઝારી જોસેફ, શમાર જોસેફ, જેડન સીલ્સ, ખૈરી પીયરી અને જોમેલ વારિકનનો સમાવેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial