Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના હરિપરમાં આવતીકાલે અને મોટા ખડબામાં ૧૮ માર્ચે યોજાશે સેવાસેતુ

મહત્ત્વના કાર્ડ સહિત સરકારી કામો કરી અપાશેઃ પ્રશ્નો ઉકેલાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિકે/નજીકના અંતરે ઝડપથી થઇ શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે પટેલસમાજ ખાતે તા.૧૩/૦૩/૨૦૨૬ના સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમીયાન સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો હરીપર, સેવક ધૂણીયા, સેવક ભટીયા, આરીખાણા, પીપરટોડા, મુરીલા, મેમાણા, નવી વેરાવળ, ખડખંભાળીયા, મોટા પાંચસરા, વડપાંચસરા, ગલ્લા, ખેંગારપર, નવા ધૂણીયા, વેરાવળ મોટી, રામપર આમ ૧૬ ગામના લોકો લાભ લઇ શકશે.

ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે તા. ૧૮-૩-૨૦૨૬ના રોજ પ્રાથમિક શાળા ખાતે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન સેવાસેતુનું આયોજન કરવામાં આવશે. જેમાં આજુબાજુના ૨૨ ગામડાઓ મોટા ખડબા, માધુપુર, નાંદુરી, રીંજપર, બાબરીયા, ચોરબેડી, બાઘલા, સાજડીયારી, વાવડી, વિજયપુર, ખડબા નાના, મોટા ભરૂડીયા, રક્કા, ખટીયા, ગોદાવરી, ટેભડા, લાલપુર, ધરમપુર, સણોસરી, સણોસરા, ભણગોર, કાઠીતડના લોકો લાભ લઇ શકશે.

કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ ઉપર લાવવામાં આવશે. જેમાં સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ રજુઆત અને પુરાવા સાથે અરજી મેળવવામાં આવશે. ૧૧ થી ૨ જરૂરિયાત મુજબ વેરીફિકેશન, સ્થળ તપાસ તથા બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન આવેલ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, આરોગ્ય વિભાગને લગત કામગીરી, નવા વિજ જોડાણ, પશુ સારવાર, બેંકિગ ક્ષેત્રને લગત કામગીરી, એસ.ટી.બસના પાસ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ યોજના, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ અન્ય વિભાગોને લગત કામગીરી કરવામાં આવશે. અરજદારઓને સમય મર્યાદામાં સેવાસેતુના સ્થળે હાજર રહી લાભ લેવા લાલપુર મામલતદારની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh