Advertisement
Author: નોબત સમાચાર

કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યામાં ચિંતાજનક વધારો તંત્રની નિષ્ફળતાઃ સુપ્રિમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે જાહેર કરી દેશવ્યાપી ગાઈડલાઈન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૮: વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ તંત્રની નિષ્ફળતા જણાવીને સુપ્રિમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી છે.

સ્કૂલ, કોલેજો અને કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, આતમહત્યાનું પ્રમાણ વધવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન વિદ્યાર્થીઓની આ પ્રકારની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે જાહેર કરાઈ છે.

રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ વધવાની સુપ્રિમે કોર્ટે નોંધ લીધી હતી. સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યનું વધી રહેલું પ્રમાણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે. તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોત અને આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો આ વિદ્યાર્થીઓને બચાવી શકાયા હોત.

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની બેન્ચે કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધી રહેલી આત્મહત્યા ખરેખર એક ગંભીર મામલો છે, જેને પગલે બંધારણીય દખલ દેવી જરૂરી છે. વિશાખાપટ્ટનમ્માં એક હોસ્પિટલની છત પરથી પડવાથી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું જે નીટની તૈયારી કરી રહી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન જ સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ૧પ જેટલી ગાઈડલાઈન જાહેર કરી છે. સાથે જ વિદ્યાર્થીનીના મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવા આદેશ કર્યો હતો.

સુપ્રિમ્ કોર્ટની ગાઈડલાઈન મુજબ દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સમાન પોલિસી લાગુ કરવાની રહેશે. કેન્દ્ર સરકારના ઉમ્મી કાર્યક્રમ એટલે કે અન્ડરસ્ટેન્ડ, મોટિવેટ, મેનેજ, એમ્પથાઈઝ, એમ્પાવર એન્ડ ડેવલપને અનુસરીને વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવા અને તેમને આત્મહત્યા કરતા અટકાવવા માટે તમામ પ્રકારના પ્રાયાસો કરવા સુપ્રિમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh