Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના રોજમદાર મહિલા સફાઈકર્મીએ વીડિયો બનાવી ઝેરી પ્રવાહી પીધું: દોડધામ

જેની ધરપકડ નથી થઈ તેની જામીનમુક્તિના ખોટા અહેવાલ પછી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા નગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારીએ શનિવારે ડીવાયએસપી કચેરીમાં ઝેરી દવા પી લેતા તેઓને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાકર્મીને પાલિકા પ્રમુખના પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયા પછી તેઓએ ઝેરી દવા પીધાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં પાલિકા પ્રમુખના પતિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી અને તેઓની ધરપકડ થઈ હતી. આ મહિલાએ પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી ઝેરી દવા પીધાનું બહાર આવ્યું છે.

ખંભાળિયા નગર ૫ાલિકાના સમાવિષ્ટ વિસ્તારોમાં સફાઈકાર્ય અંગે યોજાયેલી બેઠકમાં થયેલી બોલાચાલી પછી ખંભાળિયા નગરપાલિકાના મહિલા સફાઈ કામદાર મંજુબેન પીંગળે શનિવારે ઝેરી દવા પી લીધી હતી. તેઓને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાંા આવ્યા છે.

તેઓને ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના પતિ મોહિતભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થયા પછી તેઓએ પોલીસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેમાં મોહિત મોટાણીની ધરપકડ થયા પછી તેઓને જામીનમુક્ત કરવામાં આવ્યા છે તેવી ખોટી વિગત મળતા મંજુબેન શનિવારે ડીવાયએસપી કચેરીમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ વીડિયો બનાવ્યા પછી પોતાની પાસે રહેલી પ્રવાહી ભરેલી શીશી મોઢે માંડી હતી.

આ મહિલાને સારવાર માટે ખંભાળિયા અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ એટ્રોસિટીના કેસમાં મોહિતભાઈ મોટાણી જામીનમુક્ત થયા છે તેવી વિગત મંજુબેન પાસે આવી હતી પરંતુ હજુ તેઓની ધરપકડ જ થઈ ન હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા સહિતના કેટલાક સફાઈકર્મીઓને અગાઉ નોકરીમાંથી રૂકસદ આપવામાં આવી હતી અને ત્રણેક વર્ષ પછી થોડા સમય પહેલાં જ તેમને ફરીથી રોજમદાર તરીકે નોકરી પર લેવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh