Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ ઉમેરાશે
જામનગર તા. ૧૪: ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળોનો હવે અંત આવી શકે છે. સંભવતઃ આવતીકાલે અથવા પરમદિવસે મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત સાથે શપથગ્રહણ સમારોહ યોજાય તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
હાલના મંત્રીમંડળમાંથી છ થી સાત કે તેનાથી વધુ મંત્રીઓને પડતા મૂકાય તેવી શક્યતા છે. તેની સામે નવા ૧૦ જેટલા મંત્રીઓનો ઉમેરો થશે.
હાલારના બન્ને જિલ્લામાંથી હાલ એક એક એમ બે કેબિનેટ મત્રી છે, અને તેમાંથી પણ કોઈ એકને અથવા બન્નેને મંત્રીપદેથી હટાવાય તેવી ગોઠવણ ચાલી રહી છે, ત્યારે હાલારના ભાજપના બાકીના ત્રણ ધારાસભ્યોમાંથી મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પૂરી શક્યતા છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને નાયબ મુખ્યમંત્રી પદ અપાય તો અધ્યક્ષ તરીકે હાલના નાણામંત્રી કનુભાઈ દેસાઈની પસંદગી થશે.
બચુ ખાબડ, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરિયા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ જેવા પ્રધાનોની બાદબાકી સામે જયેશ રાદડિયા, સંગીતા પાટીલ, હીરાભાઈ સોલંકી, અર્જુન મોઢવાડિયા, ઉદય કાનગડ, સી.કે. ચાવડા વિગેરેના નામો નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે.
બાકી... હવે એકાદ-બે દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે તેવું નક્કી જણાય છે અને દિવાળીના તહેવારો પહેલા જ ગુજરાતમાં નવું મંત્રીમંડળ કાર્યરત થઈ જશે.
જોઈએ... બાકી આ તો ભાજપ છે, ફટાકડા કેવા અને ક્યારે જોરશોરથી ફૂટે છે તે જોવાનું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial