Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ વખત મેટ પર કબડ્ડી રમાડવાના પ્રયોગને સફળતા મળી છે.
તાજેતરમાં નંદાણામાં મયુર શૈક્ષણિક સંકુલમાં જિલ્લા કક્ષાની અંડર ૧૪ તથા અંડર ૧૯ની ટીમો ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓની વિજેતા ટીમો વચ્ચે ખાસ મેટ પર સ્પર્ધા થઈ હતી જેમાં ખેલાડીઓને ખૂબજ મજા આવી હતી. તથા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય રમતની ટ્રેનિંગ પણ મળી હતી. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી હિતેશભાઈ પ્રજાપતિ તથા જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલીયા જોડાયા હતા. મયુર શૈક્ષણિક સંકુલની ટીમો અંડર ૧૪ તથા અંડર ૧૯ માં જિલ્લા વિજેતા થઈ હતી.