Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય દરોડામાં ૪૨ શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ રૂપિયા દોઢેક લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૫: જામનગર નજીકના દરેડ, સિક્કા તેમજ અલીયા, જામજોધપુરના બુટાવદર, જોડિયાના તારાણા, ધ્રોલના ગોલણીયા અને કાલાવડના નાના પાંચ દેવડામાં પોલીસે જુગાર અંગે દરોડા પાડ્યા હતા. જ્યારે રામપર કાલાવડમાંથી પાંચ મહિલા પણ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. કુલ આઠ દરોડામાં રૂ. ૧,૪૫,૯૬૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો અને ૪૨ પુરૂષ તેમજ પાંચ મહિલા સામે ગુન્હો નોંધાયો હતો.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સોસાયટીમાં ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા પરબત વાલાભાઈ મકવાણા, લખમણભાઈ ડાયાભાઈ મકવાણા, રાજેશ બાબુભાઈ બેડવા, કિશોર રામાભાઈ બેડવા, માધાભાઈ બાબુભાઈ સોલંકી, મનોજ રણજીતભાઈ મકવાણા નામના છ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૪૦૧૨૦ કબજે કર્યા છે.
જામનગર તાલુકાના સિક્કા ગામની ભગવતી સોસાયટીમાં ગઈરાત્રે તીનપત્તી રમતા સોનીયાભાઈ જયંતિભાઈ મકવાણા, મુકેશ જેઠાભાઈ સોલંકી, અમરજસિંઘ કરણસિંઘ રાઠોડ, હેમત અશોકભાઈ પરમાર નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૫૦૪૦ ઝબ્બે લીધા છે.
જામનગર નજીકના દરેડમાં તક્ષશીલા સોસાયટીમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા હિતેશ દુદાભાઈ ટોયટા, રામદે કરશનભાઈ વકાતર, ભીખાભાઈ રામભાઈ માવદીયા, પરબતભાઈ પીઠાભાઈ માડમ, વેજાણંદભાઈ સાજણભાઈ નગારીયા, સનોજ ગોરખનાથ મલા, જમનભાઈ ગોવિંદભાઈ અભંગી નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૭૬૫૦ કબજે કર્યા છે.
જોડિયા તાલુકાના તારાણા ગામમાં ગઈરાત્રે દેવીપુજકવાસમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી જોડિયા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ચમન પરસોત્તમ સોલંકી, પ્રકાશ નરશીભાઈ સોલંકી, રવિ મનોજ સોલંકી, સંજય જયંતિભાઈ સોલંકી, વિક્રમ લીંબાભાઈ સોલંકી નામના પાંચ શખ્સ રૂ. ૧૫૪૯૦ સાથે પકડાઈ ગયા છે.
કાલાવડ તાલુકાના ગોલણીયા ગામમાં ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાના કૂટતા પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી, નરેન્દ્ર ભોજાભાઈ સીંગલ, કૈલાસગીરી દિનેશગીરી ગોસ્વામી, ભરત મનજીભાઈ વાદી, ખોડાભાઈ પુંજાભાઈ લાબડીયા, લખન રાજેશભાઈ જાની, ભીખાભાઈ ગોવાભાઈ વાઘેલા નામના સાત શખ્સ રૂ. ૧૩૭૫૦ સાથે પકડાઈ ગયા છે.
કાલાવડ તાલુકાના રામપર ગામના ચોરા પાસે ગઈરાત્રે બે વાગ્યે પોલીસે પાડેલા દરોડામાં ઈમરાન લાખા સમા, અલીભાઈ ગુલમામદ નોયડા, બાબુભાઈ પોપટભાઈ સાવલીયા, જમનભાઈ ધનજીભાઈ સંચાણીયા, વિશાલ પરસોત્તમ સીતાપરા નામના પાંચ શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે મનિષાબેન બાબુભાઈ સાવલીયા, શારદાબેન મનસુખભાઈ સાવલીયા, રેશ્માબેન રફીકભાઈ દરજાદા, મમતાબેન સાદીક સમા, હનીશાબેન અબ્બાસ સમા નામના પાંચ મહિલા સામે ગુન્હો નોંધાયો છે. પટમાંથી રૂ. ૧૦૨૩૦ કબજે કરાયા છે.
જામનગર તાલુકાના અલીયા ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા માનસીંગ ગોવાભાઈ રાઠોડ, વજુભાઈ વિરજીભાઈ હળવદીયા, કિશોર ચનાભાઈ સોલંકી નામના ત્રણ શખ્સ રૂ. ૫૩૦૦ સાથે ઝડપાઈ ગયા છે.
કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમતા મુકેશ રામજીભાઈ બેરા, બાબુભાઈ ઓસમાણ આદમાણી, કિશોર અરજણભાઈ મકવાણા, રાજેશ રણછોડભાઈ વાટલીયા, સલીમ બાવાભાઈ મુદ્રક નામના પાંચ શખ્સ રૂ. ૪૮૩૮૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial