Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪૧ હજાર કરતા વધારે ખેડૂતોને મળ્યો ટેકાના ભાવે ખરીદીનો લાભ

મગફળી, સોયાબીન, તુવેર તેમજ ઉનાળુ મગ જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે મગફળી, સોયાબીન, તુવેર, ચણા, રાયડો, ઉનાળુ મગ જેવા પાકોની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખરીદી કરવામાં આવેલ છે. જેમાં મગફળીના ટેકાના ભાવે ૨૯૧૯૮ ખેડૂતો પાસેથી ૧૦,૨૯,૮૯૧ ક્વિન્ટલ ખરીદી કરી રૂ.૬૯,૮૫૭.૫૧ લાખની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે. જ્યારે તુવેર પાકની ટેકાના ભાવે ૫૨૩ ખેડૂતો પાસેથી ૯૫૯૪ ક્વિન્ટલ ખરીદી કરી રૂ.૭૨૪.૩૫ લાખની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી છે. સોયાબીનની ટેકાના ભાવે ૨૫૫ ખેડૂતો પાસેથી ૭૦૩૩ ક્વિન્ટલ ખરીદી કરી રૂ.૩૪૪.૦૬ લાખની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે.

ઉપરાંત, ચણાની ટેકાના ભાવે ૮૯૫૩ ખેડૂતો પાસેથી ૧,૩૭,૩૦૩.૫ ક્વિન્ટલ ખરીદી કરી રૂ.૭૭૫૭.૬૫ લાખની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે. તેમજ રાયડાની ટેકાના ભાવે ૩૭૭ ખેડૂતો પાસેથી ૪૮૮૫ ક્વિન્ટલ ખરીદી કરી રૂ.૨૯૦.૬૬ લાખની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે. ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવે ચાલુ હોય ત્યારે તા.૨૪/૦૭/૨૦૨૫ની સ્થિતિએ ૨૦૭૯ ખેડૂતો પાસેથી ૨૬,૬૧૨ ક્વિન્ટલ ખરીદી કરી રૂ.૨૩૧૦.૪૬ લાખની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવશે. તેમજ આગામી વર્ષે પણ મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh