Advertisement
Author: નોબત સમાચાર

તમિલનાડુમાં પન્નીર સેલ્વમે એનડીએને કર્યા રામ રામઃ ભાજપને જબરો ફટકો

મોર્નિંગ વોક દરમિયાન મુખ્યમંત્રી સ્ટાલિનને મળ્યા ને તખ્તો ગોઠવાઈ ગયો!

                                                                                                                                                                                                      

ચેન્નઈ તા. ૧: દક્ષિણ ભારતમાં ભાજપને ઝટકો લાગ્યો છે, અને ચૂંટણી પહેલા જ તમિલનાડુંમા કદાવર નેતાએ પન્નીર સેલ્વેમે એનડીએને રામ રામ કરી દીધા છે.

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઓ. પન્નીરસેલ્વમે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી અલગ થવાની જાહેરાત કરી છે.

આ પહેલા તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ એમ.કે. સ્ટાલિનને મોર્નિંગ વોક દરમિયાન મળ્યા હતાં. આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ તેમણે આ જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે, તમિલનાડુમાં જયલલિતાના મૃત્યુ પછી એઆઈએડીએમકે બે હિસ્સામાં વહેંચાઈ ગયો હતો, જે પૈકી એઆઈએડીએમકે કેડર્સ રાઈટ્સ રિટ્રીવલ કમિટીના વડા પન્નીર સેલ્વમ હતાં.

આ નિર્ણય પહેલા પન્નીર સેલ્વમે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમની તાજેતરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, 'તમને મળવું મારા માટે 'ગર્વ ની વાત' હશે.' આમ કહીને તેમણે વડાપ્રધાન મોદી સાથે ઔપચારિક મુલાકાતનો પણ સમય માંગ્યો હતો, પરંતુ પન્નીર સેલ્વમને મુલાકાતનો સમય અપાયો ન હતો.

આ અવગણના પછી તેમણે સર્વ શિક્ષા અભિયાનના ભંડોળના વિતરણમાં વિલંબ માટે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની જાહેરમાં ટીકા કરી હતી. આ ઘટનાક્રમને હવે એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે, જેના કારણે પન્નીર સેલ્વમ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત થયા હોવાનું કહેવાય છે.

આ જાહેરાત પૂર્વ મંત્રી અને પન્નીર સેલ્વમના લાંબા સમયથી વિશ્વાસુ, પનરૂતિ એસ. રામચંદ્રન દ્વારા કરાઈ હતી. તેમણે પુષ્ટિ આપી કે તેમનો પક્ષ ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથેનું જોડાણ તોડી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે એનડીએ સાથેનું જોડાણ તોડી રહ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, 'પન્નીર સેલ્વમ ટૂંક સમયમાં ર૦ર૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરશે. હાલમાં કોઈપણ પક્ષ સાથે અમારૂ જોડાણ નથી. ભવિષ્યમાં ચૂંટણી નજીક આવે ત્યારે અમે જોડાણ અંગે નિર્ણય લઈશું.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh