Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિમાલયમાં ભારે વરસાદ, હિમવર્ષા, લેન્ડસ્લાઈડ, બરફનું તોફાનઃ ચીનમાં વાવાઝોડા 'માત્મો'ના કારણે હજારોનું સ્થળાંતરઃ રાહત-બચાવની ટીમો તૈનાત
નવી દિલ્હી તા. ૬: હિમાલયના ક્ષેત્રોમાં ભારે વરસાદ, હિમવર્ષા, લેન્ડસ્લાઈડ, બરફના તોફાને તબાહી મચાવી છે. દાર્જીલીંગમાં ૨૦ અને નેપાળમાં બાવન લોકોના જીવ ગયા છે. ચીનમાં ''માત્મો'' વાવાઝોડાના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરાયુ છે. તિબેટના માઉન્ટ એવરેસ્ટ પર ૧૦૦૦ પર્વતારોહકો ફસાયા છે. જે પૈકી કેટલાકને બચાવાયા છે.ચોતરફ કુદરતના કહેર વચ્ચે રાહત-બચાવની ટીમો તૈનાત કરાઈ છે.
માઉન્ટ એવરેસ્ટ તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના ઢોળાવ પર બરફના તોફાનોને કારણે લગભગ ૧૦૦૦ પર્વતારોહકો ફસાયા છે. નેપાળમાં ભારે વરસાદથી બાવન લોકો માર્યા ગયા હતાં અને ચીનમાં વાવાઝોડા માત્મોને કારણે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તાર ૪૯૦૦ મીટરની ઊંચાઈ પર છે. બરફ સાફ કરવા માટે સ્થાનિક લોકો સાથે વિવિધ બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. જો કે ૩૫૦ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર શુક્રવારે સાંજે ભારે હિમવર્ષા શરૂ થઈ હતી અને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ઢોળાવ પર તે વધુ તીવ્ર બની છે, જે પર્વતારોહકો અને ટ્રેકર્સ માટે લોકપ્રિય વિસ્તાર છે. માઉન્ટ એવેરસ્ટ વિશ્વનું સૌથી ઊંચુ શિખર છે, તેની ઊંચાઈ ૮૮૪૯ મીટરથી વધુ છે. ચીનમાં તેને માઉન્ટ કમોલાંગમા તરીકે ઓળખવામાં આવે છે. એવરેસ્ટના પડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને કારણે ભૂસ્લખન અને અચાનક પૂર આવ્યું જેમાં અત્યાર સુધીમાં બાવન લોકો માર્યા ગયા. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
દરમિયાન ૨૦૨૫ના પેસિફિક ક્ષેત્રમાં ૨૧મું નામનું વાવાઝોડું માત્મો, રવિવારે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ઝાંઝિયાંગ શહેરમાં લેન્ડફોલ થયું. સ્થાનિક સરકારોએ ૩,૪૭,૦૦૦ લોકોને સ્થળાંતર કરાવ્યા. માત્મોની મહત્તમ ગતિ ૧૫૧ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
ચીનમાં માઉન્ટ કોમોલાંગમાં તરીકે ઓળખાતું માઉન્ટ એવરેસ્ટ, વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ ૮૮૪૯ મીટરથી વધુ છે. દર વર્ષે ઘણાં પર્વતારોહકો અહીં ચઢવા માટે આવે છે. પરંતુ ભારે હવામાન અને કુદરતી આફતોને કારણે આ વિસ્તાર હંમેશાં જોખમી રહે છે.
ગઈ રાત્રિથી પડી રહેલા અવરિત વરસાદથી પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પહાડીઓમાં પૂર અને ભૂસ્ખલનમાં ઘણાં બાળકો સહિત ઓછામાં ઓછા ર૦ લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા. પૂરમાં ઘરો તણાઈ ગયા, રસ્તાઓ તૂટી ગયા, ગામડાઓનો સંપર્ક તૂટી ગયો હતો અને દાર્જિલિંગ અને હિમાચલમાં ફરવા ગયેલા સેંકડો પ્રવાસીઓ ફસાયા હતાં. નાગરકાટાના ધાર ગાંવામાં ભૂસ્ખલનન કારણે ઘણાં ઘરો ધરાશાયી થયા હતાં અને કાટમાળામાંથી ઓછામાં ઓછા ૪૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. ભૂસ્ખલનના કારણે મીરિક-સુખિયાપોખરી રોડ સહિત મુખ્ય માર્ગો પર ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને અનેક પહાડી વસાહતો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સહાયની જાહેરાત કરીને જણાવ્યું હતું કે, તેઓ સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ૬ ઓક્ટોબરે ઉત્તર બંગાળની મુલાકાત લેશે. માત્ર ૧ર કલાકમાં ૩૦૦ મી.મી. (૮.૧૧ ઈંચ) થી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા સાત સ્થળોએ ગંભીર પૂર અને ભૂસ્ખલન થયું હતું. આ ઉપરાંત ભૂતાનમાં અવિરત વરસાદને કારણે ઉત્તર બંગાળમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં.
બીજી પૂર્વ નેપાળમાં પણ ગઈ રાત્રિથી પડી રહેલા ભારે વરસાદથી વિનાશ વેરાયો હતો. વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરને કારણે રવિવાર સુધીમાં ઓછામાં ઓછા પ૧ લોકોના મોત થયા હતાં. સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા કાલિદાસ ધૌબાજીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે કોશી પ્રાંતના ઈલમ જિલ્લાના વિવિધ સ્થળોએ આશરે ૩૭ લોકોના મોત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભરે વરસાદ અને ભૂલ્ખનને પગલે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. એક્સ પર મોદીએ જણાવ્યું હતું ક, દાર્જિલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. તેમના તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
પશ્ચિમ બંગાળ ભારે વરસાદની તબાહીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભૂતાનથી અધિકારીઓએ પણ ભારે પૂરની રાજ્યને ચેતવણી આપી હતી. રવિવારે ટેકનિકલ ખામીને કારણે ભૂતાનના તાલા હાઈડ્રોપાવર ડેમના ગેટ ખુલી શક્યા ન હતાં અને તેનાથી ડેમ ઓવરફ્લો થયો હતો અને તેના પર ખતરો ઊભો થયો હતો. ભૂતાન નેશનલ સેન્ટર ફોર હાઈડ્રોલોજી એન્ડ મીટીરોલોજીએ પુષ્ટિ આપી હતી કે ફૂક ગીન પાવર કોર્પોરેશનએ ડેમના દરવાજાઓમાં ખામીની જાણ કરી હતી, જે ખોલી શકાયા નહતાં. ભૂતાને પશ્ચિમ બંગાળ સરકારને સંભવિત અસરો માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ જણાવ્યું હતું કે અલીપુરદ્વાર સ્થિત તેની ટીમને હાઈએસ્ટ એલર્ટ લેવલ પર રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial