Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના ટ્રાફિક સહિતના વિવિધ પ્રશ્નો અંગે જૈન અગ્રણીની સીએમને રજૂઆત

યોગ્ય નિરાકરણ માટે સંલગ્ન તંત્રને તાકીદની માંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના જૈન અગ્રણી પારસભાઈ મકીમે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જામનગર શહેરના ટ્રાફિક સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ માટે સંલગ્ન તંત્રને તાકિદ કરવા માંગણી કરી છે.

ટ્રાફિક પોલીસ શાખામાં વર્ષોથી તદૃન ઓછો સ્ટાફ છે જે તાત્કાલીક ભરતીથી વધારવો જરૂરી છે. ટ્રાફિક પોલીસ કમિશનરની પોષ્ટ જરૂરી છે. શહેરમાં એકપણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી. તે ગીચ ટ્રાફિકને કંટ્રોલ કરવા ચાલુ કરવા જરૂરી છે. શહેરમાં સૌથી વધુ ટ્રાફિક બેડીગેઈટ વિસ્તારમાં રહે છે. ત્યાં કોઈપણ પ્રકારનું ટ્રાફિક નિયમન વિગેરે બિલકુલ નથી. આ વિસ્તાર માટે એક ટ્રાફિક પ્લાન બનાવવો જ પડે તો જ ત્યાંના તમામ પ્રશ્નો હલ થઈ શકે. જામનગરમાં એકપણ વેધશાળા નથી. તાપમાનની જાણકારી લશ્કરી મથકોમાંથી મેળવવી પડે છે. મહાનગરપાલિકાની અનેક ડી.પી. / ટી.પી. કપાત મંજૂર થયેલ હોવા છતાં તેનો અમલ થયો નથી. તે અમલ પ્રમાણે  કપાત થાય તો શહેરના વિકાસને વેગ મળે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલની સામેની તરફ એક ફુટબ્રિજ બનાવવો જરૂરી છે જેથી દર્દીઓ વિગેરે રોડ ક્રોસ કરવાને બદલે સલામત અને સામી તરફ જઈ શકે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વન-વે રસ્તાઓ જામનગરમાં છે અને દરેક વન-વેમાં રોંગસાઈડથી તમામ વાહનો સરેઆમ આવ-જા કરે છે. જેથી યોગ્ય નિર્ણય અને વ્યવસ્થાથી શક્ય એટલા વન-વે રસ્તાને ટુ-વે કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે. પ્રદર્શન ગ્રાઉન્ડ સિવાય એકપણ રમતગમતનું મેદાન ન હોવાથી એક વિશાળ ગ્રાઉન્ડ મંજુર થાય તે જરૂરી છે. અતિ વિકસિત એવો સુમેર કલબ રોડ કે જે સાતરસ્તા સર્કલથી દિગ્વિજય પ્લોટ પોલીસચોકી સુધી છે તે રોડ પર એક પણ સુવિધા જેવી કે પાર્કિંગ માર્ક, ફૂટપાથ, સેન્ટર લાઈટીંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, આ તમામ સુવિધાઓ ખાસ ઉપલબ્ધ થાય તેવી માંગણી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh