Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર નેચર કલબ આયોજિત જામનગર ઓપન ઓનલાઈન રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું બહુમાન કરાયું

દિવાળીના તહેવાર નિમિત્તે આયોજનઃ બારસોથી વધુ કલાપ્રેમીઓને ભાગ લીધોઃ

                                                                                                                                                                                                      

જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે જામનગર ઓપન ઓનલાઈન રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. બે ગ્રુપમાં યોજાયેલ સ્પર્ધામાં ૨૦૦થી વધુ કલાપ્રેમી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. ગ્રુપ એ (ફિંગરવર્ક/કલાત્મક) તથા ગ્રુપ બી (ફ્રી હેન્ડ/કલાત્મક)માં સ્પર્ધા યોજાઈ હતી. સિનિયર/આર્ટ કલબના સભ્યો/પ્રોફેશનલ આર્ટિસ્ટો માટે અલગ કેટેગરી રાખવામાં આવી હતી જેમાં ફ્રી હેન્ડ (કલાત્મક) કેટેગરીમાં પ્રથમ રચના કનખરા, દ્વિતીય કાજલ ગોસરાણી, તૃતીય તૃપ્તિ પટેલ તથા પોર્ટ્રેટ (ફિંગર વર્ક) કેટેગરીમાં પ્રથમ વિભા ગજ્જર, દ્વિતીય માહી ધોરીયા, તૃતીય દિશા પરમાર તથા અશ્વિન પરમાર, તન્વી અદાણી, ઈશા માંકડીયા, દિયા નંદાને આશ્વાસન ઈનામો આપવામાં આવ્યા હતા. આર્ટ કલબ/પ્રોફેશનલ કેટેગરીમાં પ્રથમ કૌશલ કાંચા, દ્વિતીય કેતન ગોરડીયા, તૃતીય રોશની પાડલીયા વિજેતા થયા હતા. વિજેતાઓની પસંદગી શ્રેષ્ઠ વિષય, કલર કોમ્બિનેશન, ક્લિનીનેશ, ફિનીશીંગ, ડેકોરેશન, ઈકો ફ્રેન્ડલી અને ઈનોવેટીવ આઈડિયાના માપદંડોના આધારે કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. એકતાબા સોઢા, રૂપલબેન અજાબીયા, ડો. વર્ષાબેન સોલંકી, હર્ષાબા જાડેજા, ડીમ્પલબેન રાવલ, આરતીબેન શેઠના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે બથાણી બિલ્ડર્સ અને તનીક્ષ જ્વેલર્સ તથા શરદ શેઠ (સ્ટર્લીંગ એજન્સી) દ્વારા સહયોગ મળ્યો હતો. પી.વી.મોદી સ્કૂલના હિત પારસ મોદી દ્વારા કાર્યક્રમના સ્થળ અને અન્ય સહયોગ મળ્યો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા આર્ટિસ્ટ મિતલ ઘોરેચાએ સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh