Advertisement
Author: નોબત સમાચાર

રોકાણ સામે તગડો નફો અપાવવાની લાલચ બતાવી છેતરપિંડી કરનાર પુનામાંથી ઝબ્બે

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરાઈ અટકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના ઠેબા ગામના એક આસામીને રોકાણ સામે તગડો નફો મળશે તેવી લાલચ બતાવી રૂ.૧ કરોડ ૮૭ લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. તેની તપાસમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્રના પુનામાંથી એક શખસની અટકાયત કરી છે.

જામનગર તાલુકાના ઠેબા ગામના કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના આસામીને ગયા જાન્યુઆરી મહિનામાં એક અજાણ્યા નંબર પરથી મોબાઈલમાં વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં રોકાણ સામે તગડા નફાની લાલચ બતાવાઈ હતી.

ત્યારપછી ટ્રેડીંગ એડવાઈઝર તરીકેની ખોટી ઓળખ આપી કૌશિકભાઈએ વિશ્વાસમાં લઈ રૂ.૧ કરોડ ૮૭ લાખ ૪૪૪૦૭ની રકમ પડાવી લેવાઈ હતી. જેની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પીઆઈ આઈ.એ. ધાસુરાની સૂચનાથી સાયબર ક્રાઈમ ટીમે શરૂ કરેલી તપાસમાં પો.કો. કાળુભાઈ, હે.કો. પ્રણવ વસરા, વીક્કી ઝાલાએ ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું.

તે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના દેગમપેઠ ગામના અબરારઅજીઝ અબ્દુલલતીફ દીવાન નામના શખ્સના સગડ મળ્યા હતા. સગડના પગલે પુના ધસી ગયેલી સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી લઈ જામનગર ખસેડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh