Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વન-પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી કાલ પાંચ સપ્ટેમ્બરના જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ તથા રોકડ પુરસ્કાર સાથે સન્માનનો કાર્યક્રમ રાજ્યના વન અને પ્રવાસન મંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેમાં દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર શિક્ષણ નિયામક ની સૂચના મુજબ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકોની દરખાસ્તો મંગાવવામાં આવી હતી તથા જિલ્લાની પસંદગી સમિતિ દ્વારા દરેક શિક્ષક જેમણે અરજી કરી હતી તેમની શાળામાં રૂબરૂ જઈને નક્કી કરેલ ફોરમેટ મુજબ ગુણાંકન કર્યું હતું.
તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળાના શિક્ષકોમાં મહેતા અનુપ નરેન્દ્રભાઈ સલાયા વાઘેરવાસ તાલુકા શાળા, પટેલ મીનેશકુમાર દિલીપભાઈ સોડસલા વાડી શાળા ખંભાળીયા, છુછર દિલીપકુમાર પરબતભાઈ લુહાર મોટી વાડી શાળા કલ્યાણપુર, રૂધાણી હેતલબેન મહેન્દ્રકુમાર ભાણવડ કન્યા શાળા, રાઠોડ પ્રજ્ઞાબેન ભરતભાઈ તાલુકા શાળા ભાણવડ નો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક, માધ્યમિક વિભાગમાં ટોરીયા હરદાસ ભીમાભાઈ મીઠાપુર શાળા તથા ઉ.મા.શાળામાં શીંગરખીયા ગૌતમ કમા સરકારી હાઈસ્કૂલ, રૂપા મોરા શાળાનો સમાવેશ થાય છે.
એચ.આર આચાર્યમાં દ્વારકા જિલ્લા કક્ષાએ તાલુકા શાળા નં.૫ ના આચાર્ય ગઢવી રાણશીભાઈ લક્ષ્મણભાઈની પસંદગી થઈ છે. પાંચમી સપ્ટેમ્બરના શિક્ષકદિને આ તમામ પસંદ થયેલા શિક્ષકોનું ઓવોર્ડ તથા રોકડ પુરસ્કારથી સન્માન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial