Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ વેલ્ફેર ચેરી. ટ્રસ્ટના સહયોગથી
જામનગર તા. ૭: ઓશવાળ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને કેન્સર કેર કાઉન્સિલ-જામનગર તથા રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૮ ને શનિવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા દરમિયાન ઓશવાળ વેલ્ફેર ચેરી. ટ્રસ્ટ, જિલ્લા જેલ સામે, પવનચક્કી પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. કેમ્પના દર્દીઓને તપાસી દવા-ટીપાંચ આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા ઓશવાળ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા અને કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial