Advertisement
Author: નોબત સમાચાર

સ્વસ્થ રહેવા પૌષ્ટિક 'શ્રી અન્ન' અપનાવવું સમયની માંગઃ દિવ્યેશ અકબરી

મિલેટસ મહોત્સવઃ અનવની મિલેટની વાનગીઓ-પ્રાકૃતિક કૃષિના ૫૦ સ્ટોલ આકર્ષણનું કેન્દ્રઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: હાલના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા વધારવા અને વિસરાતા જતા પૌષ્ટિક આહાર 'શ્રી અન્ન'ના મહત્ત્વને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી જામનગર શહેરમાં તા. ૨૧ અને ૨૨ માર્ચના બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, ઓશવાળ-૩, શ્રીજી હોલ પાછળ યોજાયેલા આ મહોત્સવનો પ્રારંભ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરી મહોત્સવની રૂપરેખા આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જામનગરના નાગરિકોને મિલેટ્સ અપનાવવા માટે આહવાન કરતા જણાવ્યું હતું કે, બદલાતી જતી જીવનશૈલીમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચવા માટે આપણે ફરી એકવાર આપણા પૂર્વજોના પૌષ્ટિક આહાર એટલે કે બાજરી, જુવાર અને રાગી જેવા 'શ્રી અન્ન' તરફ વળવું અનિવાર્ય છે.

આ મહોત્સવમાં નાગરિકોને જુવાર, બાજરી, રાગી, કાંગ, વરી, કજરો અને સામો જેવા મિલેટ્સના પોષણ મૂલ્ય વિશે જાણકારી આપવામાં આવી રહી છે. મહોત્સવની મુખ્ય વિશેષતા 'લાઈવ ફૂડ ઝોન' છે, જ્યાં મિલેટ ફ્રેંકી, મિલેટ-પાણી૫ૂરી, રાગી સૂપ, જુવાર-બાજરાના ઢેબરા, રાગી ઈડલી અને બાજરાની ખીચડી જેવી અવનવી વાનગીઓનો લોકો આસ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત, મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પ્રોડક્ટ્સના પ્રદર્શન અને વેચાણ માટે ૫૦ જેટલા વિશેષ સ્ટોલ ઉભા કરાયા હતા. મહોત્સવ દરમિયાન કૃષિ વિષયક પરિસંવાદો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ભાજપ અગ્રણી બીનાબેન કોઠારી, ક્રિષ્નાબેન સોઢા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, નાયબ ખેતી નિયામક પી.એમ.આચાર્ય તથા કે.ટી.ઠક્કર, બાજરા સંશોધન કેન્દ્ર તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક મૂંગરા તથા કે.પી.બારૈયા સહિત બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh