Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૬-૮-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
ભારતને આત્મનિર્ભર બનાવવાના મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને રાહત આપવા જીએસટી દરોના સરળીકરણ સાથે ઘટાડાના આપેલા સંકેત અને બીજી તરફ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને રશીયા સહિતના દેશોના સંગઠન સાથે દ્વીપક્ષી વેપાર વધારવાને મહત્વ આપતાં અને ચાઈના સાથે સંબંધો સુધારવાના પોઝિટીવ પરિબળે સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી પરંતુ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારની શરૂઆત નોંધપાત્ર ઘટાડા સાથે થઇ હતી.
વૈશ્વિક મોરચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ૫૦% ટેરિફ લાદીને ભારતને રશિયાથી દૂર કરવાના પ્રયાસ છતાં યુક્રેન મામલે હજુ ગૂંચવાયેલું રહેતાં અને જેકશન હોલ કોન્ફરન્સ પૂર્વે યુ.એસ. ફેડરલ આ વખતે ફુગાવાના જોખમને મહત્વ આપીને રેટ કટ કરવાથી દૂર રહેશે એવા ઘણા નિષ્ણાંતોના મતે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી...!!
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૯%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૪૩% અને નેસ્ડેક ૦.૨૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૮ અને વધનારની સંખ્યા ૧૦૭૭ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ હિન્દુસ્તાન યુનીલીવર, ટાઈટન લિ., આઈટીસી લિ., ઈન્ફોસીસ લિ. અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરો ૦.૫૦% થી ૦.૦૨% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે સન ફાર્મા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ભારત ઈલેક્ટ્રોનિક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ અને તાતા મોટર્સ જેવા શેરો ૨.૫૦% થી ૦.૯૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૦,૮૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૦,૯૪૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૦,૭૮૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૦૦,૯૧૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૬,૧૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૬,૩૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૬,૧૫૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૩૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૬,૨૮૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં શેરબજારમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે, કારણ કે વ્યાજદરમાં સ્થિરતા અને લોન ડિમાન્ડમાં વૃદ્ધિથી આ સેક્ટરને લાભ થશે. સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર સરકારની વધતી ખર્ચ નીતિને કારણે મજબૂત પ્રદર્શન કરી શકે છે. આઈટી સેક્ટરમાં સ્થિરતા રહી શકે છે, પરંતુ અમેરિકન અર્થતંત્ર અને ડોલર ઇન્ડેક્સ પર આધારિત હલચલ શક્ય છે. ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તહેવારોની મોસમને કારણે માંગ વધવાથી સકારાત્મકતા જોવા મળશે. બીજી બાજુ, મેટલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર વૈશ્વિક માંગમાં નબળાઈ અને કાચા તેલના ભાવમાં ચડઉતારને કારણે દબાણમાં રહી શકે છે. ફાર્મા સેક્ટરમાં પણ મર્યાદિત તેજી રહેશે, કારણ કે દવાઓની નિકાસ પર નિયમનકારી દબાણ ચાલુ છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ભારત પ્રત્યેના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટમાંથી નાણાં ખેંચીને અન્ય ઉભરતા બજારો તરફ વળી રહ્યા છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભારત-કેન્દ્રિત ઈક્વિટી ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે, જે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી મોટો આઉટફલો છે. બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું નવું રોકાણ નોંધાયું છે. આ પરિવર્તન વૈશ્વિક રોકાણકારોની પ્રાથમિકતાઓમાં મોટો ઉલટફેર દર્શાવે છે, કારણ કે ૨૦૨૩-૨૪ દરમિયાન ભારત તરફ ઈન્ફ્લો જોરશોરથી ચા લતો હતો.
આઉટફ્લોનું વલણ ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૪માં ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદ પર જીત પછી તેજ બન્યું છે. ટ્રમ્પની વાપસી બાદ ભારતમાંથી અંદાજીત કુલ ૩.૭ અબજ ડોલરનો આઉટફલો નોંધાયો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો છે. આ વલણ માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેના સમયગાળાથી તદ્દન વિપરીત છે, જ્યારે ભારતમાં ૨૯ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો હતો અને ચીનમાંથી ૨૬ અબજ ડોલરનો આઉટફલો નોંધાયો હતો. જોકે, સ્થાનિક ફંડો દ્વારા થયેલી મજબૂત ખરીદીના કારણે આ વેચાણનો પ્રભાવ થોડીક અંશે ઓછો રહ્યો છે. ભારત હવે એમએસસીઆઈ ઈમર્જીંગ માર્કેટ ઈન્ડેક્સની તુલનામાં ૨.૯% અન્ડરવેઈટ બની ગયું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વિદેશી રોકાણકારોનો વલણ કેવો ર હેશે તેના પર ભારતીય શેરબજારની નજર ટકી છે.