Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારની સકારાત્મક મહત્વાકાંક્ષી પહેલ
ગાંધીનગર તા.૪: નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રાજ્ય સરકારની ક્રાંતિકારી પહેલ અંતર્ગત આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા માત્ર એક જ મહિનામાં (જુલાઈ-૨૦૨૫) કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા હોવાનુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને એક ક્રાંતિકારી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જ ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં, લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટેનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમમાં પૂરવાર થઇ રહૃાું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધા અને ૧૦૦ જેટલા કોલટેકર્સના માધ્યમથી આરોગ્ય વિભાગની તમામ સ્વાસ્થ્યલક્ષી સેવાઓની એક જ સ્થળેથી વ્યાપક સમીક્ષા થઇ રહી છે. ગત જુલાઈ-૨૦૨૫ દરમિયાન આ કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન પરથી ૧૨,૮૦૦થી વધુ, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર પર ૫૮,૦૦૦થી વધુ, પીએમજેએવાય લાભાર્થીઓના પ્રતિસાદ કોલિંગ માટે ૯૯,૦૦૦થી વધુ, પીએમજેએવાય હેલ્પલાઈન પર ૪,૦૦૦થી વધુ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના આરએમએન સીએએચ+એન માટે આવેલા ૨,૦૦,૦૦૦થી વધુ કોલ્સને મળી કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા હતા.
તેમણે વિગતવાર માહિતી આપતા કહૃાું હતું કે, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા જુલાઈ-૨૦૨૫ દરમિયાન સગર્ભા માતાના આરોગ્ય માટે ૧૪,૦૦૦થી વધુ, બાળ આરોગ્ય માટે ૧૩,૯૦૦થી વધુ, ટી.બી.ના દર્દીઓને ૧૧,૯૦૦થી વધુ, રસીકરણ કામગીરી માટે ૫,૦૦૦થી વધુ, સિકલસેલના દર્દીઓને ૬,૫૦૦થી વધુ, શાળા આરોગ્ય કાર્યક્રમ માટે ૬,૫૦૦થી વધુ, વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ માટે ૨૪૫ કોલ્સ કરીને આ પ્રકારની મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓનું પણ ફોલો-અપ લેવામાં આવી રહૃાું છે.
આ ઉપરાંત ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન દ્વારા જુલાઈ-૨૦૨૫ દરમિયાન પીએમજેએવાય-આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર લઇ રહેલા દર્દીઓના પ્રતિભાવ અને સકારાત્મક પ્રભાવની પુષ્ટિ કરવા માટે કુલ ૯૯,૦૦૦થી વધુ કોલ્સ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે, પીએમજેએવાય હેલ્પલાઈન પર પણ ૪,૦૦૦થી વધુ કોલ્સ સ્વીકારીને, મોટા ભાગની ફરિયાદોને હકારાત્મક વાચા આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ગર્વભેર કહૃાું હતું કે, ગત તા. ૧૬ જુલાઈના વર્લ્ડ બેંકની ટીમે તેમજ તા. ૨૪ જુલાઈના મહારાષ્ટ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકારની આ પ્રેરણાદાયી પહેલથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી પહેલ રાજ્ય સરકારનો નાગરિકોના આરોગ્ય પ્રત્યેનો સકારાત્મક અને પ્રગતિશીલ અભિગમ દર્શાવે છે. આ કેન્દ્રના માધ્યમથી રાજ્ય સરકાર આરોગ્યલક્ષી કાર્યક્રમોનું સંકલન કરીને લાભાર્થીઓને સમયસર અને સચોટ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial