Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મિશ્ર ઋતુની અનુભૂતિઃ મહત્તમ ૩૪ ડીગ્રી

તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરમાં હાલ ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે. સવારે અને સાંજે ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો.

જામનગરમાં ખાસ કરીને ચાર દિવસથી મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. સાંજથી સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે. ઠંડી અને ગરમીભરી બેેવડી ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જયારે અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન રર.પ ડીગ્રી નોંધાયું હતું.

નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી. ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને ૭૦ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh