Advertisement
Author: નોબત સમાચાર

મયુર પાર્કમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ પકડાયાઃ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

કાલાવડના ધુનધોરાજીમાં તીનપત્તી રમતા ચાર પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના મયુર પાર્કમાં એક મકાનમાં ગઈકાલે એલસીબીએ દરોડો પાડી ગંજીપાનાનો જુગાર પકડી પાડ્યો હતો. તે સ્થળેથી તીનપત્તી રમતા પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, વાહન મળી રૂ।.૧,૯૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે ધુનધોરાજીમાંથી ચાર શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા.

જામનગરના મયુર પાર્ક વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો તીનપત્તી રમતા હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે પાડેલા દરોડામાં પાંચ શખ્સ એક મકાનમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ત્યાં આવેલા ભરતસિંહ બાલુભા વાઘેલાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા નરેન્દ્રસિંહ જીલુભા ઝાલા મળી આવ્યા હતા.

તેઓને નાલ આપી તીનપત્તી રમતા ભરતસિંહ બાલુભા, સુરજભાઈ જમનાદાસ બખતિયાપુરી, પ્રવીણસિંહ અભેસિંહ રાઠોડ, રાજેશ જનજીવન નંદા, શાંતિલાલ વિરજીભાઈ ગજરા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૩૧૭૦૦ રોકડા, પાંચ મોબાઈલ, પાંચ બાઈક મળી કુલ રૂ।.૧,૯૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં જૂની સોસાયટીમાં શનિવારે બપોરે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે એક મંદિર નજીક ઓટા પાસે જાહેર ચોકમાં ગંજીપાનાથી તીનપતી રમી રહેલા ગિરધરભાઈ લાલજીભાઈ ખીમસુરીયા, ધનજીભાઈ દેવાભાઈ ખીમસુરીયા, માધાભાઈ મંગાભાઈ રાઠોડ તથા રમેશભાઈ દાનાભાઈ વારંગિયા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૧૦૧૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh