Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અહીં શિવલીંગ રૂપે નહીં પરંતુ મૂર્તિરૂપે ગુરૂસ્વરૂપે બિરાજમાનઃ
જામનગર તા. ૭: 'છોટી કાશી' જામનગરમાં અનેક પ્રાચીન શિવાલયો ભક્તોની આસ્થાના કેન્દ્ર છે. અને શ્રાવણ માસમાં તથા તહેવારો પર શિવલીંગનો જલાભિષેક કરવા ભક્તો શિવાલયે ઉમટી પડે છે. પરંતુ અહીં એક મંદિર એવું પણ છે જ્યાં મહાદેવ શિવલીંગરૂપે નહીં પરંતુ મૂર્તિ રૂપેે બિરાજમાન છે. હવાઈચોકમાં આવેલ શ્રી દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર મહાદેવની મૂર્તિ ધરાવતું દુર્લભ મંદિર છે. જ્યાં કાર્તિક પૂર્ણિમા પર મોક્ષ મંડળ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણામૂર્તિ મહાદેવ એ દેવાધિદેવનું ગુરૂ સ્વરૂપ છે જેમાં તેઓ વડના વૃક્ષ નીચે દક્ષિણ દિશા તરફ મુખ કરી ધ્યાનમગ્ન અવસ્થામાં બિરાજે છે. દક્ષિણ ભારતમાં આ સ્વરૂપની પૂજા પ્રચલિત છે. તથા નોંધપાત્ર મંદિરો પણ છે. પરંતુ ગુજરાતમાં માત્ર બે જ મંદિરો છે પૈકી એક મંદિર જામનગરમાં હવાઈચોકમાં અને બીજું મંદિર દ્વારકામાં આવેલ છે.
પ્રાચીન મંદિર હોવાને કારણે જર્જરીત અવસ્થામાં આવી ગયેલ મંદિરનો ભક્તો દ્વારા તાજેતરમાં આંશિક જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેમાં જામ્યુકોની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનિષભાઈ કનખરા સહિતના અગ્રણીઓએ પણ યોગદાન આપ્યું હતું.
મંદિરના સંચાલક સેવિકા ધાત્રીબેન આચાર્યના જણાવ્યા અનુસાર મંદિરમાં કાર્તિક સ્વામીની મૂર્તિ પણ છે. એ પણ આ મંદિરને દુર્લભ બનાવે છે. તમામ શિવમંદિરોમાં મહાદેવ સાથે ગણેશજી તથા હનુમાનજી બિરાજમાન હોય છે. પરંતુ અહીં કાર્તિક સ્વામી બિરાજતા હોય, કાર્તિક પૂર્ણિમાના પર્વ પર વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial