Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    તા. ૩૧-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
સ્થાનિક તેમજ વૈશ્વિક કારણોની પાછળ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી, જો કે વૈશ્વિક બજારોમાં અમેરિકાના ચાર એશિયન દેશો સાથે ટ્રેડ ડિલ અને જાપાન સાથે મોટી ડિલ બાદ હવે ચાઈના સાથે આગામી દિવસોમાં થનારી ટ્રેડ વાટાઘાટ પર નજરે થઈ રહેલી ઉથલપાથલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી જોવા મળી હતી. સાથે સાથે વોલેટીલિટીના અંતે નીચા મથાળે ફંડોની લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૯૯% અને નેસ્ડેક ૧.૫૭% ધટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૦ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર યુટીલીટી, મેટલ, પાવર, હેલ્થકેર, કોમોડીટીઝ, સર્વિસીસ અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ. ૧,૨૧,૧૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૨૧,૪૧૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૨૧,૧૦૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૪૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૨૧,૧૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ. ૧,૪૮,૧૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૪૮,૫૦૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૪૭,૯૪૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૭૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૪૮,૧૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
એચડીએફસી બેન્ક (૧૦૦૧)ઃ- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૯૭૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૦૧૩ થી રૂ. ૧૦૧૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એસબીઆઈ કાર્ડ્સ (૮૮૩)ઃ- ટી/એ૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૮૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૮૫૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૮૯૪ થી રૂ. ૯૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૧૪)ઃ- રૂ. ૪૦૪ નો પ્રથમ તેમજ રૂ. ૩૯૪ બીજા સપોર્ટથી એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૪૨૩ થી રૂ. ૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ટાટા સ્ટીલ (૧૮૩)ઃ- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૧૮૮ થી રૂ. ૧૯૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ફેડરલ રિઝર્વના ૦.૨૫% વ્યાજદર ઘટાડાના નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે લિક્વિડિટી સુધરવાની ધારણા મજબૂત બની છે, જેનાથી ભારતીય શેરબજારમાં પણ હકારાત્મક અસર જોવા મળી શકે છે. યુએસમાં ધીમો ફુગાવો અને નરમ નાણાકીય નીતિ રોકાણકારોને ઈક્વિટી માર્કેટ તરફ આકર્ષિત કરશે, ખાસ કરીને ઉદયમાન અર્થતંત્રો તરફ વિદેશી મૂડી પ્રવાહ વધવાની શક્યતા છે. ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી રૂપી પર દબાણ ઘટી શકે છે, જેના કારણે એફઆઈઆઈ પ્રવાહમાં વધારો થવાની આશા છે. આથી ભારતીય બજારમાં બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝ્યુમર ડિમાન્ડ આધારિત સેક્ટરોમાં તેજીનું વલણ જોવા મળી શકે છે. સાથે જ, વૈશ્વિક રોકાણકારો માટે ભારત ઉંચા વૃદ્ધિ દર અને સ્થિર માઈક્રો ઈકોનોમિક પરિસ્થિતિને કારણે આકર્ષક ડેસ્ટિનેશન તરીકે ઉભરશે.
આ નિર્ણયથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર પણ નીતિ દર ઘટાડવાનો દબાણ વધ્યો છે, જે સ્થાનિક શેરબજાર માટે વધુ ટેકો રૂપ સાબિત થઈ શકે છે. જો ડિસેમ્બરમાં એમપીસી બેઠકમાં આરબીઆઈ ૦.૨૫%નો દર ઘટાડો કરે, તો કૉર્પોરેટ લોન ખર્ચ ઘટશે અને ઈન્વેસ્ટમેન્ટ સાયકલ ફરી વેગ પકડશે. સ્થાનિક માંગમાં સુધારાને ધ્યાને રાખીને એફએમસીજી, રિયલ એસ્ટેટ અને ઓટો સેગમેન્ટમાં ખાસ લાભ જોવા મળી શકે છે. જો કે, રોકાણકારોએ વૈશ્વિક ફુગાવા અને ભૂરાજકીય જોખમ પર નજર રાખવી જરૂરી છે. કુલ મળીને, ફેડના આ નિર્ણયથી ટૂંકા ગાળે ભારતીય શેરબજાર માટે ભાવિ દિશા હકારાત્મક રહી શકે છે, ખાસ કરીને લિક્વિડિટી વધારાથી સ્મોલ અને મિડકેપ શેરોમાં વધુ ગતિ જોવા મળી શકે છે.
 
  