Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ધો. ૩ થી ૧૨માં નવરાત્રિ પછી લેવાશે પહેલી પરીક્ષાઃ પરિપત્ર જાહેર

પરિપત્ર કરીને તારીખો બદલવાની છૂટ અપાઈ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૯: ગુજરાતમાં ધો. ૩ થી ૧૨માં નવરાત્રિ પછી પહેલી પ્રથમ પરીક્ષા લેવાશે. તેવી જાહેરાત થઈ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨ની પહેલી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામા આવ્યો છે. અગાઉ ૯થી ૧૨ની પરીક્ષા ૧૧ સપ્ટેમ્બરથી લેવાનાર હતી. પરંતુ પ્રાથમિક શાળાઓમાં નવરાત્રિ બાદ ત્રીજી ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થતી હોવાથી સ્કૂલોની રજૂઆતને પગલે બોર્ડ ૯થી ૧૨ની પરીક્ષા પણ ત્રીજી ઓક્ટોબરથી લેવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. આમ હવે ધો. ૩થી ૮ અને ધો.૯થી ૧૨માં એક સાથે જ પહેલી પરીક્ષા લેવાશે.

યુવાનો-વિદ્યાર્થીઓથી માંડી સૌ કોઈ જેની રાહ જોતા હોય છે તે નવરાત્રિ૨૨મી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે ત્યારે આ વર્ષે હવે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નવરાત્રિ સારી રીતે નહીં માણી શકે કારણ કે અગાઉ ધોરણ ૯થી ૧૨ની પહેલી પરીક્ષા નવરાત્રિ પહેલા જ ૧૧મી સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રિ પહેલા ૨૦મી સુધીમાં પૂરી થઈ જતી હતી. પરંતુ હવે ૯થી ૧૨ની પહેલી પરીક્ષા ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે એટલે કે નવરાત્રિ બીજી ઓક્ટોબરે પૂરી થયા બાદ તરત જ બીજા દિવસથી પહેલી પરીક્ષા શરૂ થઈ જશે.

બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધોરણ ૯થી ૧૨ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામા આવ્યો છે. સ્કૂલો-શૈક્ષણિક સંઘોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની પરીક્ષાની તારીખો પ્રાથમિક સાથે જ રાખવાની માંગણી કરી હતી અને જેને પગલે બોર્ડે શૈક્ષણિક સમિતિની બેઠકમાં ઠરાવ કરી સરકારને દરખાસ્ત કરી હતી. સરકારની મંજૂરી મળતા બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને તારીખોમાં ફેરફાર માટે જાણ કરી છે.

રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં ધોરણ ૩થી ૮માં ત્રીજી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે પ્રાથમિકથી માંડી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિકના વર્ગો એક સાથે ધરાવતી અનેક સ્કૂલોએ પરીક્ષાના સંકલન માટે રજૂઆત કરી હતી. બોર્ડે પરીક્ષાની તારીખો બદલતા હવે ધોરણ ૩થી ૮ અને ધોરણ ૯થી ૧૨ સહિત તમામ વિદ્યાર્થીઓ માટે એક સાથે ત્રીજી ઓક્ટોબરથી જ પ્રથમ પરીક્ષા શરૂ થશે અને તારીખ બદલતા ધોરણ ૯થી ૧૨ના ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. જો કે બોર્ડે પરીક્ષાની તારીખો બદલતા હવે પ્રથમ પરીક્ષા માટે જૂનથી ઓગસ્ટ માસ સુધીના અભ્યાસક્રમને બદલે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવા આદેશ કર્યો છે. ૧૩મી ઓક્ટોબર સુધી પરીક્ષા ચાલશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh