Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહત-બચાવ કામગીરી ચાલુઃ ગભરાટ ફેલાયોઃ મૃતાંક સતત વધી રહ્યો છે, અનેક લોકો ઘાયલઃ
નવી દિલ્હી તા. ૧: ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપથી ભારે તબાહી મચી છે. અનેક ઈમારતો ધરાશાયી થતા ૬૯ લોકોના જીવ ગયા હોવાની પ્રાથમિક અહેવાલો છે, જો કે મૃતાંક સતત વધી રહ્યો છે.
ફિલિપાઈન્સમાં ૬.૯ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણાં ભાગોમાં વિનાશ સર્જાયો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા ૬૯ લોકો માર્યા ગયા હતાં. ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પ્રારંભિક અહેવાલોમાં નોંધપાત્ર નુક્સાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણાં વિસ્તારોમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતાં, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી જવા મજબૂર થયા હતાં. ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઈમારતો, ખાસ કરીને જુનીઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતાં.
ફિલિપાઈન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. ઘણાં લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તબીબી ટીમો સારવાર આપી રહી છે.
એક વરિષ્ઠ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, '૬.૯ ની તીવ્રતાનો ભૂકંપ અત્યંત શક્તિશાળી હતો. ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી રહ્યા છીએ.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial