Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા નગરપાલિકાનો અંધેર વહીવટઃ
મીઠાપુર તા. ૧૩: ઓખા નગરપાલિકાના અંધેર વહીવટના કારણે દિવાળી જેવા પ્રકાશ પર્વના ટાણે સુરજકરાડી વિસ્તારમાં અંધારપટ્ટ જેવી સ્થિતિ છે. સુરજકરાડી હાઈ-વે રોડ, મુખ્ય બજારમાં ઘણાં સમયથી મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.
નવરાત્રિ તહેવાર પૂરો થયો અને દિપાવલી નવા વર્ષ ઉમંગ ઉત્સાહ અને ઉજાસના તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરજકરાડીની હાઈ-વે રોડ, મુખ્ય બજાર ઉપરાંત સોસાયટી, ગામતળ, ઉદ્યોગનગર, કૃષ્ણનગર, શક્તિનગર, ગણેશપુરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના ધાંધીયા છે. અમુક વિસ્તારોમાં અડધાથી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. હાઈ-વે રોડ ઉપર લાખોના ખર્ચે ઊભા કરેલા લાઈટના ટાવરોમાં એક પણ લાઈટ ચાલુ હાલતમાં નથી. શાકમાર્કેટ અને મધુરમ પાસે આવેલા બંને લાઈટ ટાવર શોભાના ગાંઠીયા સમાન ઊભા છે.
પ્રજા વેપારી કે આગેવાન ફરિયાદ કે અરજી કરે તો કોઈ સાંભળવા તૈયાર નથી. શાસકો અને પ્રશાસકો પોતાના 'વહીવટ'માંં રચ્યા પચ્યા રહેતા હોવાથી બિચારી પ્રજા અંધારામાં ઠેબા ખાય છે. પ્રજા જયારે નગરપાલિકાના વોર્ડના ચૂંટાયેલા નગરસેવકને કે સંગઠનના હોદ્દેદારોને ફરિયાદ કરે તો પણ કંઈ ફરક પડતો નથી. ત્યારે ગામમાં એવી પણ ચર્ચા થાય છે કે શું ચૂંટાયેલા સદસ્યો પણ માત્ર મિટિંગમાં ચા-નાસ્તો કરી અને ઠરાવોની બહાલી આપવા આંગળી ઊંચી કરવા પૂરતા જ ચૂંટાયા છે ?
હવે એ જોવાનું રહ્યું કે દિપાવલીના તહેવારો પહેલા સ્ટ્રીટ લાઈટ અને ટાવરોમાં લેમ્પ ફીટ કરાશે કે નગરજનોની દિવાળી અંધારામાં જ ઊજવાશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial