Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંદીના મુગટ, છતર સહિતનો મુદ્દામાલ કબજેઃ પાંચમા સાગરિતની શોધઃ
જામનગર તા. ૩: લાલપુર તાલુકાના ગલ્લા તથા ખટીયા ગામમાં તાજેતરમાં બે મંદિરમાં ચોરી થઈ હતી. તેની શરૂ થયેલી તપાસમાં એલસીબીએ ઝૂકાવ્યા પછી રણજીત સાગર રોડ પર ગંગાવાવ પાસેથી બે બાઈક તથા એક મોટર સાથે ચાર શખ્સ ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ પાંચમા સાગરિતને સાથે રાખી ગલ્લા, ખટીયા તથા જગા ગામમાં ત્રણ મંદિરમાં ચોરી કરવા ઉપરાંત ઉપલેટાના ભાયાવદરમાં બે મંદિરમાં ચોરી અને ભાણવડના ઘુમલીમાં એક મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. ચાંદીના મુગટ, છતર સહિત રૂ.૩ લાખ ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં તાજેતરમાં બે મંદિરમાં ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. તેની ચાલી રહેલી તપાસમાં સ્થાનિક ગુન્હાશોધક શાખાને જોડાઈ જવા જિલ્લા પોલીસવડા ડો. રવિ સૈનીએ સૂચના આપતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પી.એન. મોરી તથા સ્ટાફ દ્વારા તપાસ આરંભાઈ હતી.
તે દરમિયાન સ્ટાફના ભયપાલસિંહ, અજય વિરડા, સુમિત શિયાર, ક્રિપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મંદિરોમાં ચોરી કરી નાસી જતા ચાર શખ્સ બે બાઈક તથા એક સ્વીફટ મોટરમાં ગંગાવાવ પાસે આવ્યા છે અને આ શખ્સો ચોરાઉ મુગટ તથા છતરો સગેવગે કરવાની તજવીજ કરે છે.
ત્યાં ધસી ગયેલી એલસીબી ટીમે જામનગરના દરેડમાં ખોડિયારનગરમાં રહેતા નાથા વિરા ખરા, રવિ વિરા ખરા, ખોડા માનસુર ખરા ઉર્ફે ભરત તથા મુળ શેઠવડાળાના ખીમા પુંજા રાઠોડ નામના ચાર શખ્સને દબોચી લીધા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી ચાર છતરની ચોરી કરવા ઉપરાંત ખટીયામાં મહાદેવ મંદિર, જગા ગામમાં રામાપીરના મંદિરમાંથી ચાંદીના છતર, પગલાની ચોરી કરવા ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખોડિયાર મંદિર, હિંગળાજ મંદિર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલીમાં આશાપુરા મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે.
આ શખ્સો પાસેથી ચાંદીના ૧૪ છતર તથા મુગટ, જીજે-રપ-એ ૯૪પ૪ નંબરની સ્વીફટ, જીજે-૧૦-એજે ૬૭૭૧ તથા જીજે-પ-એએસ ૨૦૨૩ નંબરના બે બાઈક, ત્રણ મોબાઈલ, લોખંડનું કટર, સળીયો વગેરે મળી કુલ રૂ.૩ લાખ ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સોએ પોતાના સાગરિત લાલપુર તાલુકાના બાઘલા ગામના નાથાભાઈ હીરાભાઈ સાગઠીયાનું નામ આપ્યું છે. આ શખ્સો ઝડપાયાની રાજકોટ જિલ્લા પોલીસ તથા દ્વારકા પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial