Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં પરાજયનું પોસ્ટમર્ટમ કરવા ખડગેના ઘેર કોંગ્રેસની તાકીદની બેઠક

બિહારના પરિણામો અવિશ્વસનિયઃ પુરાવા સાથે ભાંડો ફોડશુંઃ અજય માકન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧પઃ બિહારમાં કારમા પરાજય પછી કોંગ્રેસની મોટી બેઠક ખડગેના નિવાસે યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે મંથન કરાયું છે.

બિહારમાં એનડીએ એ મહાગઠબંધનના સુપડા સાફ કરી નાખતા ર૪૩ માંથી ર૦ર બેઠક પર કબજો જમાવી લીધો, જ્યારે મહાગઠબંધનના ફાળે માત્ર ૩પ જ બેઠકો આવી શકી. આવી સ્થિતિમાં આરજેડી પાસે રપ તો કોંગ્રેસ પાસે ફક્ત ૬ જ બેઠક આવી હતી, જેના લીધે કોંગ્રેસમાં ચિંતા વ્યાપી ગઈ હતી, અને ચારેકોર આ મુદ્દે ચર્ચા થવા લાગી હતી.

આ કારમા પરાજય મુદ્દે ચિંતન કરવા કોંગ્રેસે મોટી બેઠક બોલાવી હતી, જેમાં ભાગ લેવા માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પહોંચ્યા હતાં.

આ બેઠકમાં બિહાર ચૂંટણીના પરિણામોની સમીક્ષા, સંગઠનીય નબળાઈઓ અંગે ચર્ચા અને ભવિષ્યની રણનીતિ વિશે વિચારણા કરવામાં આવી રહી છે. કોંગ્રેસનું નેતૃત્વ ચૂંટણીના પ્રદર્શનને લઈને ગંભીર છે અને બિહારમાં મળેલા પરાજયના કારણોને સમજવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ બિહારના પરિણામો અંગે પ્રત્યાઘાતો આપતા કોંગ્રેસના પ્રવક્તા અજય માકને આ પરિણામોને અવિશ્વસનિય ગણાવતા કહ્યું હતું કે, તેઓ આ અંગે પુરાવા એકત્ર કરી રહ્યા છે, અને સમય આવ્યે ભાંડો ફોડશે, તેવા અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh