Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર રોડ પર એક સોસાયટી નજીકથી રૂ।.૭ લાખની મોટર ઉપડી ગઈ

ક્રેટાના માલિકે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના રણજીતસાગર રોડ પર આશીર્વાદ એવન્યુ નજીક મયુર બાગ પાસેથી એક આસામીની ક્રેટા મોટર કોઈ શખ્સ હંકારી ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મયુર બાગ પાસે શેરી નં.૪માં રહેતા સાગરભાઈ રમેશભાઈ દુધાગરા નામના આસામીએ પોતાની જીજે-૧૦-ડીએન ૮૮૮૩ નંબરની ક્રેટા મોટર ગયા શુક્રવારે સવારે પોતાના ઘરની બહાર મૂકી હતી. ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂ।.૭ લાખની આ મોટર કોઈ શખ્સ હંકારી ગયો છે. સાગરભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh