Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિના અફેરની જાણ થતાં વાંધો લેનાર મહિલાને પતિએ ત્રાસ આપ્યોઃ
જામનગર તા. ૨૩: જામનગરના હાપા પાસે ક્રિષ્ના પાર્ક-૩માં રહેતા એક વિપ્ર મહિલાએ પોતાના પતિને અન્ય મહિલા સાથેના પ્રેમસંબંધની જાણ થતાં વાંધો લીધો હતો. તેથી પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ મહિલા પોતાના માતાના ઘેર જતા ત્યાં ધસી આવેલા પતિએ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે એક મહિલાને તેના પતિએ ઘરકામ તથા નિઃસંતાનપણાના કારણે ત્રાસ આપી પજવતા આ મહિલાએ ઝેરી દવા પીધી છે. પોલીસે તેણીના નિવેદન પરથી પતિ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના હાપા પાસે ક્રિષ્ના પાર્ક-૩માં રહેતા ભાવનાબેન જયંતિલાલ રાજગોર (ઉ.વ.૩૮) નામના મહિલાના લગ્ન પરેશભાઈ આશા સાથે થયા પછી ભાવનાબેનને પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાથી ભાવનાબેન પોતાના માતાના ઘેર ગઈ તા.૧૩ જાન્યુઆરીએ ગયા હતા.
આ વેળાએ ત્યાં ધસી આવેલા પતિ પરેશભાઈએ ભાવનાબેન તથા તેમના માતા સાવિત્રીબેન સાથે ઝપાઝપી કર્યા પછી ભાવનાબેનને મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી.
આ બાબતની ભાવનાબેને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિ પરેશભાઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી એક અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને પરેશભાઈ તેની સાથે રહેવા જવાની વાત કરતા હતા અને ભાવનાબેનને રાખવા માંગતા ન હતા. આ બાબતે ભાવનાબેને વાંધો લેતા તેણીને પજવવામાં આવતા હતા. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના નિલકંઠ પાર્કની શેરી નં.૪માં રહેતા હીનાબેન જીજ્ઞેશભાઈ મર્દાનીયા (ઉ.વ.૩૦) નામના પરિણીતાને પતિ જીજ્ઞેશ દેવકરણ મર્દાનીયાએ ઘરકામ બાબતે તથા નિઃસંતાન રહેવા બાબતે અવારનવાર ત્રાસ આપવા ઉપરાંત શનિવારે હીનાબેનના સાસુ-સસરાને દિયરના ઘેર મૂકવા બાબતે ગાળો ભાંડી ફડાકા ઝીંકતા માઠું લાગી આવતા હીનાબેને ઝેરી દવા પી લીધી છે. આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમના નિવેદન પરથી પતિ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial