Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા કરાઈ ડ્રાઈવ

નશાની હાલતમાં મોટર ચલાવતો શખ્સ ઝબ્બેઃ રેંકડીધારકો સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ જામનગર શહેર ઉપરાંત જામજોધપુર, કાલાવડમાં પોલીસે ગઈકાલે ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહન અથવા રેંકડી રાખનાર આસામીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. જયારે જામજોધપુરમાંથી પુરપાટ ઝડપે બાઈક ચલાવતા એક શખ્સ તથા લાલપુરની રૃપાવટી ચોકડી પાસેથી નશાની હાલતમાં સ્કોર્પિયો ચલાવતા એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવમાં વિકાસગૃહ રોડ પર ફળની રેંકડી રાખી ટ્રાફિક અવરોધતા ત્રિભુવન લીલાભાઈ ચંદનાણી, સુનિલ સુંદરદાસ બજાજ,  ડીકેવી સર્કલ પાસેથી વિનોદ લધારામ ખીચડા, લખમણ અરજણભાઈ મોવર નામના વ્યક્તિઓ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

દરબારગઢ પાસેથી બેફિકરાઈપૂર્વક જીજે-૧૦-ટીઝેડ ૪૫૧૯ નંબરની રિક્ષા ચલાવીને જતા અશ્વિન ઈશ્વરભાઈ અંતરેશા, ડીકેવી સર્કલ પાસેથી જીજે-૩૭-બી ૯૨૨૮ નંબરની ઈકો લઈને જતા દીપક બટુકભાઈ પંચાસરા, જીજે-૧૦-ડીઆર ૪૫૪૭ નંબરની ઈકો લઈને જતા જય રાકેશભાઈ ભટ્ટ, જીજે-૧૦-ટીઝેડ ૪૦૮૮ નંબરની રિક્ષાના ચાલક વસીમ હાજીભાઈ ખુરેશી સામે કાર્યવાહી કરાઈ છે.

દરેડ જીઆઈડીસીના વિશાલ ચોકમાંથી જીજે-૧૦-ટીવી ૪૭૧૮ નંબરનો મીની ટ્રક લઈને જતો જયેશ મુકેશભાઈ ચાવડા, જીજે-૧૦-ઈબી ૨૧૪૧ નંબરનું સ્કૂટર લઈને જતા ચેતન ઉમેદભાઈ ફલીયા, જીજે-૧૦-ટીવાય ૧૦૭૯ નંબરના મીની ટ્રકના ચાલક ભાવેશ ધીરજપરી ગોસ્વામી સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુરના બાલવા ફાટક પાસેથી પુરપાટ ઝડપે બાઈક ચલાવતા રાકેશ રમેશભાઈ સગારકા તથા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકને અડચણ થાય તેમ બાઈક રાખનાર હરેશ રમેશભાઈ ડાભી અને રેલવે સ્ટેશન રોડ પર રેંકડી રાખનાર હરેશ અનિલભાઈ વર્મા, નીતિન જગદીશભાઈ પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કાલાવડ શહેરમાં શાકની રેંકડી ટ્રાફિકને અડચણરૃપ થાય તે રીતે રાખનાર અશ્વિન વસંતભાઈ મકવાણા તથા રિક્ષા રોડ પર રાખી દેનાર વિજય બિજલભાઈ મછોયા સામે ગુન્હો નોંધાયો છે.

લાલપુર નજીક રૃપાવટી ચોકડી પાસેથી ગઈરાત્રે જીજે-૨૩-એમ ૧૩ નંબરની સ્કોર્પિયો નશાની હાલતમાં ચલાવીને જઈ રહેલા લાલપુરના રાજવિજયસિંહ ચંદુભા સોઢા નામના શખસને લાલપુર પોલીસે પકડી લઈ કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh