Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્મશાનમાં નિઃશુલ્ક અંતિમવિધિ માટે રૂ।. ૫૦ લાખની જોગવાઈઃ વ્યાજ માફી યોજનાની મુદ્દત વધારવાનું સૂચન
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કર દર વધારોની કમિશનરની દરખાસ્ત ના મંજૂર થઈ છે. શહેરના સ્મશાનમાં અંતિમવિધિ નિઃશુલ્ક થાય તે માટે રૂ।. ૫૦ લાખની જોગવાઈ કરાઈ છે.
જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં કમિશનર દ્વારા સૂચવેલા રૂપિયા ૯ કરોડ ૧૦ લાખના કર દર વધારાની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સોમવારે ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા. કમિશનર દ્વારા આગામી વર્ષ માટે કરદર વધારાની રૂપિયા ૯ કરોડ ૧૦ લાખની રજૂ કરાયેલ દરખાસ્તને સમિતિ અને ના મંજૂર કરી હતી અને સને ૨૦૨૫-૨૬ ના મંજુર થયેલ કરદર અને ચાજીર્સ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો.
વર્ષ ૨૦૦૬ પહેલાની (તા. ૩૧-૦૩-૨૦૦૬ સુધી ની રેન્ટ બેઈઝ પદ્ધતિ મુજબની) મિલકત વેરા તથા વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૧૦૦ ટકા વ્યાજ માફી આપવા જાહેર થયેલ 'વ્યાજ માફી યોજના'ની મુદતમાં વધારો કરવા સૂચવેલ છે. આગામી સાલ ૨૦૨૬-૨૦૨૭ માટે ગુજરાત સરકાર ધ્વારા વ્યવસાય વેરાના વ્યાજ માટે ગુજરાત સરકાર ના નાણાં વિભાગના નોટીફીકેશન મુજબ વ્યાજનો દર ૧૮ ટકા ના બદલે ૧૨ ટકા ઠરાવાયેલ હોય તે મુજબ મિલકત દ્વારા અને પાણી ચાર્જ માટે પણ અમલવારી કરવા મંજૂર કરાયુ હતું. તે મુજબ મિલકત વેરા અને પાણી ચાર્જ માટે પણ અમલવારી કરવા સૂચવેલ છે. જે દરખાસ્તની વિગતે મંજુર કરવામાં આવ્યું છે.
વધુમાં, આગામી તા. ૧૩-૦૨-૨૦૨૬ થી તા. ૩૧-૦૩-૨૦૨૬ સુધીમાં તમામ બાકી રકમો એકી સાથે ભરપાઈ કરી આપે તેને વ્યાજમાં ૧૦૦ ટકા વ્યાજ અને પેનલ્ટીમાં માફી આપવા નિર્ણય લેવાયો છે. જે હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, વ્યવસાય વેરો, કારખાના લાયસન્સ, દુકાનના ચડત ભાડા સહિત તમામ પ્રકારના ટેક્સ અને ચાજીર્સને લાગુ પડશે.
રીબેટની અલગ-અલગ કેટેગરીની જગ્યા એ રીબેટમાં સામાન્ય કરદાતાઓ ૧૦ ટકા, સિનિયર સીટીઝન ૧૫ ટકા એમ માત્ર બે જ કેટેગરી કરી રીબેટના સમયગાળા દરમિયાન પ્રથમ ૩૦ દિવસ માટે નિયત થયેલ દરે રીબેટ અને ત્યાર બાદ પ ટકાના ઘટાડા સાથે રીબેટ આપવાનું સૂચન ના મંજુર કરવામાં આવ્યું હતું. તેમજ સને ૨૦૨૫-૨૬ માં જે તે કેટેગરીવાઇઝ આપવામાં આવેલ રીબેટ મુજબ સને ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે ૪૫ દિવસને બદલે ૬૦ દિવસ સુધી આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
સામાન્ય કરદાતાઓ સિનિયર સિટીઝન, શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓ, બીપીએલ કાર્ડધારક વિધવાઓ, કન્યા છાત્રાલય, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમ એમ જ રાખવામાં આવશે. ઓનલાઈન ટેકસ /વોટર ચાજીર્સ ભરનારા કરદાતાઓને ૨ ટકા અને વધુમાં વધુ રૂ।. ૨૫૦ની જગ્યાએ ૧ ટકા અને વધુમાં વધુ રૂ।. ૧૫૦ આપવા સૂચન પણ ના મંજુર કરી તેમજ સને ૨૦૨૫-૨૬ મુજબ સને ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે ડીસ્કાઉન્ટ ૨ ટકા અને વધુમાં વધુ રૂ।. ૨૫૦ આપવાનું મંજુર કરાયું હતું.
સને ૨૦૨૬-૨૦૨૭ ના વર્ષ માટે મહિલા નામ ટ્રાન્સફર ફી માફી રદ થવા ભલામણ કરવામાં આવેલ જેને બદલે સને ૨૦૨૫-૨૬ મુજબ યથાવત રાખવા એટલે કે મહિલાના નામે મિલકત નામ ટ્રાન્સફર કરવાનું થાય, તો તેવા સંજોગોમા નામ ટ્રાન્સફર ફી માફી આપવાનું મંજૂર કરવામાં આવે છે. ટાઉનહોલ ભાડાના દર માં સૂચિત વધારો ના મંજુર અને સને ૨૦૨૫-૨૬ ના મંજુર થયેલ કરદર અને ચાજીર્સ યથાવત રાખવામાં આવે છે. પેન્શનર સમાજ, સિનિયર સિટીઝન સંસ્થા, અંધજન સંસ્થા, વિકલાંગ સંસ્થા, માજી સૈનિક સંસ્થા, સામાજિક સંસ્થાઓને વર્ષમાં એક વખત રૂ।. ૮૦૦૦ ફીકસ ભાડાથી આપવાનું મંજુર, રણમલ તળાવ જોગીંગ/ વોકીંગ પાસ માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવેલ હોય, તમામ પાસ ઓનલાઈન કરવાના રહેશે. અપવાદ રૂ।. પ કિસ્સામાં મેન્યુઅલ પાસ કાઢી આપવાના રહેશે.
નવા બીન ખેતી કરવામાં આવતા લે-આઉટની વિકાસ પરવાનગી આપવા અંગેની એન.ઓ.સી. વખતે ડેવલોપર /માલિક દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ/સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ન હોય તો રૂ।. ૧૪,૦૦૦ પ્રતિ રનીંગ મીટર ચાજીર્સને બદલે કોમન જી.ડી.સી.આર. ૧૭ ના પાર્ટ-૩, કલોઝ મુજબ વિકાસ પરવાનગી સમયે અમલવારી કરાવવામાં આવતી હોય. જેથી આ પદ્ધતિ રદ કરવાની દરખાસ્ત મંજુર કરવા ભલામણ કરવામાં આવી છે.આમ, કમિશનર દ્વારા રૂ।. ૯.૧૦ કરોડના સુચિત કરદરના વધારા રદ કરી જનરલ બોર્ડ તરફ બજેટને ભલામણ કરેલ છે.
વ્હીકલ ટેકસ રૂ।.૦.૩૦ કરોડ, વોટર ચાર્જ રૂ।.૧.૨૫ કરોડ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ રૂ।. ૨.૫૦ કરોડ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ ગ્રીનરી ચાર્જ રૂ।. ૦.૯૦ કરોડ, ફાયર ચાજીર્સ રૂ।.૯૦ કરોડ, સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ રૂ।.૩ કરોડ અન્ય કર-દર રૂ।. ૦.૨૫ કરોડ મળી કુલ રૂ।. ૯.૧૦ કરોડનો વધારો રદ કરવામાં આવ્યો છે.અને સને ૨૦૨૫-૨૬ના મંજુર થયેલ કરદર અને ચાજીર્સ યથાવત રાખવામાં આવે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મ્યુનિ. કોર્પોરેશનના ફાળા પેટે રૂ।. ૨૫ કરોડ તથા શાળા ફર્નિચર માટે, શાળા ના મકાનના રીપેરીંગ માટે, શાળાના નળ-લાઈટ ફીટીંગ માટે, વિજ્ઞાન ભવન અને રમત-ગમત સંકુલ માટે તેમજ પ્રાથમિક શિક્ષણ આનુસંગીક કામો માટે કેપીટલ બજેટમાં રૂ।. ૨.૧૦ કરોડ સહિત કુલ રૂ।. ૨૭.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને મહાનગર પાલિકા તરફથી રૂ।. ૧૫ લાખ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે.
સને ૨૦૨૬-૨૭ માટે કમિશનર દ્વારા રૂ।. ૧૮૬૦ કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ તે અન્વયે સ્ટેન્ડીંગ કમિટીએ સુધારા-વધારા સાથે રૂ।. ૧૮૫૪.૧૦ કરોડના બજેટને મંજુરી આપી છે.
બેડી પંચાયત અને નવાગામ ઘેડ મ્યુનિ. બરોના જે તે સમયના બાકી રહેતા મિલકત કર અન્વયે જે મિલકતોનો કારપેટ એરીયા ૪૦ ચો.મી. થી ઓછો હોય, તેવી મિલ્કતોનો ટેકસ રજીસ્ટરમાં દર્શાવ્યા અનુસારનો તા. ૩૧-૦૩-૨૦૦૬ સુધીનો જે તે સમયના નિયમોનુસારનો બાકી રહેતો ટેક્સ સ્ટેન્ડીંગ કમિટીને મળેલ સત્તા અન્વયે માંડવાળ કરવા મંજુર કરવામાં આવે છે.
જામનગર શહેરમાં આવેલ જુના સ્મશાન ગૃહની જાળવણી અને સંચાલન આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા થઈ રહી છે. આ સ્મશાનગૃહમાં વ્યક્તિઓની અંતિમ ક્રિયા નિઃશુલ્ક થાય તે માટે અંતિમ ક્રિયા સબબ રૂ।. ૧૦૦૦ સહાય મનપા દ્વારા ચુકવવામાં આવશે. આ અંગે બજેટમાં રૂ।. ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
ઈરીગેશન ડીપાર્ટમેન્ટ, જીડબલ્યુઆઈએલ હસ્તકની બાકી રકમો ઉપર પેનલ્ટી, વ્યાજ માફી અંગે સરકારમાં દરખાસ્ત કરવા અંગે ભલામણ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં આવેલી ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓમાં ઘણી વખત પ્રાથમિક સુવિધાઓ અપુરતી હોવાથી આવી ધાર્મિક સંસ્થાઓને આર્થિક મદદ કરવી યોગ્ય જણાશે અને આવી સેવાભાવી સંસ્થાઓ વધુ સારી લોકસેવા અને જન સેવા કરી શકે તે માટે આવી ધાર્મિક રજીસ્ટર્ડ સંસ્થાઓના વિકાસ માટે મહાનગરપાલિકા નકકી કરે તેવી શરતોને આધીન લોકો માટે સારી, સુદૃઢ સુવિધાઓ પુરી પાડી શકે તે માટે રૂ।. ૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
જામનગરની શહેરની આગવી ઓળખ ધરાવતા વિવિધ સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સ્થળોની બહારના ભાગમાં જામનગરના નામથી સબંધીત સ્થળોની ઓળખ વિશે લોકો માહિતીગાર થાય તે હેતુ જે તે સ્થળની ઐતિહાસિક માહિતી જે તે સ્થળે સાર્વજનિક કરવા અંગે રૂ।. ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
રણમલ તળાવ ફુડ કોર્ડમાં ૫ જેટલા ફૂડ કોર્ટ ખાલી હોય ૫ ડી કે ૭ડી થીયેટર, મીરર ઈમેજ જેવી આનંદ પ્રમોદની વ્યવસ્થા સહેલાણીઓ માટે કરવા અંગે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે.
જામનગર શહેરના એસ.ટી.પી. પ્લાન્ટમાંથી ૭૦ એમ.એલ.ડી. ટ્રીટેડ પાણી દરિયામાં છોડવામાં આવે છે. જેના માટે રાજય સરકાર ના જીએસએફસી. પ્લાન્ટ સિકકા તથા થર્મલ પાવર સ્ટેશન સીકકા દ્વારા ૭૦ એમ.એલ.ડી. ટર્શરી ટ્રીટેડ વોટર લેવા માટે તૈયાર હોય, જેમા માટેના પ્લાન્ટનો પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરીને સરકાર માં સબમીટ કરીને મહાનગરપાલિકાને દર વર્ષે સારી રેવન્યુ જનરેટ થાય તે માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે અથવા રાજય/કેન્દ્ર સરકારની કોઈ યોજનામાં સમાવેશ કરવા અને સૈધ્ધાંતિક સ્વીકાર કરવાની દરખાસ્ત રાજય સરકાર ને મોક્લવા અંગે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે.તેવી સૂચના કરવામાં આવી છે.
જામનગરએ છોટી કાશી તરીકે પ્રખ્યાત / ઓળખાતું શહેર હોય, જામનગર શહેરમાં આવેલ ધાર્મિક સ્થાનો આગળ ભિક્ષાવૃતિ, ગંદકી અટકાવવા અને ધાર્મિક સ્થાનોના પરીસર સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે. જેમ કે, બાલા હનુમાન મંદિર જતાં રસ્તા માં અંદર નો ગેઇટ કાઢી બહાર નો જ પ્રવેશ દ્વાર બનાવવા અંગે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે. જેમાં એક જવાનો અને બીજો આવવાનો રસ્તો સાઇડમાં પાકીંગ અને વચ્ચે ગાર્ડનીંગ વ્યવસ્થા કરવા અંગે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે.
પવનચકકીથી લાલપુર બાયપાસ સુધીના રોડને વાઈડનીંગ કરી રોડ બ્યુટીફીકેશન અંગેની કાર્યવાહી હાથ ધરવી.
મનપા દ્વારા બનાવવામાં આવનાર ત્રીજું સ્મશાન ઈલેકટ્રીકને બદલે ગેસ આધારીત સ્મશાન બનાવવા અંગે કાર્યવાહી કરવી. રીન્યુઅલ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત સોલાર પેનલ ફીટીંગ તેમજ સોલાર ટ્રી ફીટીંગ અંગે આયોજન હાથ ધરવાનું રહેશે.
લાઈટ શાખા દ્વારા પબ્લીક સ્ટ્રીટ લાઈટની સુવિધા અંગે ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવને બદલે ખીજડીયા ચોકડી સુધીના રોડને સેન્ટ્રલ લાઈટીંગ કરવા અંગે કાર્યવાહી કરવી. રણમલ લેઈક વોકીંગ / જોગીંગ પાસ ઈસ્યુ કરવા અંગે જે તે નાણાકીય વર્ષ દરમ્યાન એટલે કે, નાણાકીય વર્ષ શરૂ।. થયા બાદ પ્રથમ ૬ માસમાં માંગણી કરવામાં આવે ત્યારે વાર્ષિક ચાર્જ લેવો અને પછીના ૬ માસમાં માંગણી થયે ૫૦ ટકા વાર્ષિક ચાર્જ લેવાનો રહેશે.
પ્રવર્તમાન કોમન જી.ડી.સી.આર. પાર્ટ-૩ કલોઝ મુજબ ગ્રાઉન્ડ કવરેજ બિલ્ટઅપ એરીયા ૮૦ ચો.મી. થી વધુ હોય તેવા તમામ બાંધકામોમાં હાલે રેઇન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ કાર્યરત કરવી ફરજીયાત છે. આ જોગવાઈ સિવાય એટલે કે, ૮૦ ચો.મી. ગ્રાઉન્ડ કવરેજ (બિલ્ટઅપ એરીયા) થી ઓછો હોય તેવા બાંધકામોમાં જો રેઈન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ કાર્યરત કરવામાં આવશે તો તેના જી.પી.એસ. લોકેશન સાથેના ફોટોગ્રાફસ વેરીફીકેશન કર્યા બાદ એક વખત એટલે કે, ૧૦ ટકા રીબેટ આપવામાં આવશે. આ પગલાથી શહેરમાં વરસાદી પાણીનો સંચય વધશે અને તેને પ્રોત્સાહન મળશે.
આમ આજની બેઠકમાં કરદર વધારો ના મંજૂર કરવામાં આવ્યો છે.જેથી એક ફલિત થાય છે. કે ચૂંટણીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial