Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના આસામીની ચેક પરતની ફરિયાદમાં એક વર્ષની કેદ

વડોદરાના આસામીને કરાઈ સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામજોધપુરના એક આસામીએ રૂ।.સાડા ત્રણ લાખના ચેક પરતની વડોદરાના આસામી સામે કરેલી ફરિયાદ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા માટે હુકમ કર્યાે છે.

જામજોધપુરના ડો. આશુતોષ ધીરજલાલ અગ્રાવતે વડોદરાના અર્પિત હિતેશભાઈ બ્રહ્મભટ્ટને રૂ।.સાડા ત્રણ લાખ હાથઉછીના આપી તેની પરત ચૂકવણી માટે ચેક મેળવ્યો હતો.

આ ચેક બેંકમાંથી પરત ફરતા ડો. આશુતોષે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી અર્પિત બ્રહ્મભટ્ટને તક્સીરવાન ઠરાવી એક દિવસની કેદ અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ જામજોધપુરના સી.એસ. ગોસ્વામી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh