Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચકચારી પ્રકરણમાં ભારે ઉથલપાથલ પછી ગુન્હો નોંધાયોઃ
જામનગર તા. ૫: ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના એક યુવાનને વાડીનાર પોલીસે પકડી લીધા પછી પોલીસે તોડ કરીને પણ માર મારતા આ યુવાને ઝેરી દવા ગટગટાવી હતી. આ યુવાનનું સારવારમાં જામનગર દવાખાને મૃત્યુ નિપજતા ખળભળાટ મચ્યો હતો. તે પછી ગઈકાલે મૃતકના પિતાએ વાડીનાર પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારી સામે પોતાના પુત્રને મરી જવા માટે દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકની નયારા કંપનીમાં ફરજ બજાવતા અને વાડીનાર પાસે ભરાણા ગામમાં રહેતા કરણસિંહ માલજી જાડેજા નામના યુવાનને દારૂ પીધેલી હાલતમાં વાડીનાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યા હતા. ત્યારપછી પોલીસ મથકે તેને લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. માર સહન ન થતાં કરણસિંહે ઘરે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ઉપરોક્ત બનાવ પછી મૃતકના પરિવારજનો દ્વારા માર મારનાર બંને પોલીસકર્મી પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેમ જણાવાતા દ્વારકા એસપીને જાણ કરવામાં આવી હતી અને પરિવારજનોને યોગ્ય પગલાંની ખાતરી આપવામાં આવતા મૃતદેહ સ્વીકારાયો હતો. આ બાબતે સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવાન પાસે ન મારવા માટે પોલીસે રૂ.૭ હજાર લીધા હતા તે પછી પણ તેને મારવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તે પછી ગઈકાલે ભરાણા ગામમાં રહેતા આ યુવાનના પિતા માલજી નટુભા જાડેજાએ વાડીનાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ વાડીનાર પોલીસ મથકના પોલીસ કર્મચારી પ્રદીપસિંહ ગોહિલ, કરશનભાઈએ પ્રોહીબીશન અંગે કરણસિંહ સામે ગુન્હો નોંધ્યા પછી પ્રદીપસિંહે મારેલા મારના કારણે તેમના પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. પોલીસે પ્રદીપસિંહ ગોહિલ તથા કરશનભાઈ સામે આ યુવાનને મરી જવાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial