Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૪: તાજેતરમાં ગાંધીનગરમા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તથા પરિવાર કલ્યાણની ટેકનિકલ સંસ્થા સ્ટેટ હેલ્થ રીસોર્સ સેન્ટર દ્વારા ઈનોવેશન અને બેસ્ટ પ્રેકટિસ માટે આરોગ્ય સમિટનું આયોજન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય સમિટમાં દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબીયા તથા તેમની ટીમનો ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબીયા તથા તેમની ટીમને ખાસ અભિનંદન પત્ર પાઠવીને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિષયક યોજનાઓ તથા વિવિધ કાર્યક્રમોના અમલીકરણ માટે જરૂરી તાલીમના સંદર્ભમાં આ સુંદર રીતે રજૂ થયેલ આ પ્રેઝન્ટેશનથી આગામી સમયમાં આરોગ્ય વિભાગને ખૂબ ઉપયોગી થવા સાથે દ્વારકા જિલ્લા આરોગ્ય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
લાલપુર તાલુકાના મેઘનુ ગામના પૂર્વ સરપંચની
રાષ્ટ્રીય ગૌરક્ષા વાહિની ગૌસેવા સંઘમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક
જામનગર તા. ૧૩: લાલપુર તાલુકાના મેઘનું ગામના પૂર્વ સરપંચ વિક્રમસિંહ એસ. સોલંકીની રાષ્ટ્રીય ગૌરક્ષા વાહિની ગૌસેવા સંઘમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેઓ જામનગર જિલ્લા પ્રાણી અત્યાચાર સમિતિના આજીવન સભ્ય, લોકવિચાર મંચના સભ્ય તરીકે સેવા આપે છે. રાષ્ટ્રીય ગૌરક્ષા વાહિનીની ગૌસેવા સંઘ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઈન્દ્રેશકુમારજી, રાષ્ટ્રીય અધ્યક્ષ સંજીવસિંહ સેંગર, સ્વતંત્ર પ્રભારી શ્રીમંત વિક્રમાદિત્ય સિંહ જુદેવ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રિન્સ જૈન તથા રાષ્ટ્રીય સંયોજક ભરત સુદાણી અને ગુજરાત કાર્યકારીણીની સહમતીથી આ નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial