Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧ થી ૩૮ ઈંચ સુધીની ૨૪ સ્કેલની ૨૪ પ્રકારની વાંસળીઓ બનાવે છે...
સાધના અને તપ ઘણા પ્રકારના હોય છે; જેમાં સૂર સાધના એ નાદ ધ્વનિનો જ પર્યાય છે. આપણા શ્વાસની ગતિ પણ એક પ્રકારના સૂરની જ સાધના છે, જ્યારે વાજિંત્રોના સૂરની વાત કરીએ તો, વાંસળી સાદગી અને સૂરોના સૌંદર્યનું પ્રતિક છે.આ સૂરોના માધ્યમ એવી વાંસળીની બનાવટ અને સજાવટ કાલાવડનો એક યુવાન ખૂબ રસપ્રદ અને અવનવા પ્રયોગો સાથે કરી રહૃાો છે, જેની માંગ વિશ્વ સ્તરે થઈ રહી છે.
*નોબત* દૈનિક સાથેની વાતચીતમાં આ યુવા કલાકાર સૂરાજ સોલંકીએ જણાવ્યું કે, બી.એ.ના અભ્યાસ દરમિયાન જ્યારે તેમણે પિત્તળની વાંસળી એક કાર્યક્રમમાં જોઈ ત્યારથી વાંસળી સાથે તેનો એક ગાઢ નાતો બનવા લાગ્યો અને તેમને વિચાર આવ્યો કે હું પણ વાંસળી બનાવીશ અને આ રીતે આઠ વર્ષ પહેલાં શરૂ થઈ તેમની કલાત્મક વાંસળી બનાવવાની રસપ્રદ સફર.
સૂરાજ સોલંકી હાલમાં ૨૪ સ્કેલની ૧૧ ઈંચ થી શરૂ કરીને ૩૮ ઇંચ સુધીની ચોવીસ પ્રકારની વિવિધ સાઈઝની પીવીસી મટીરિયલની વાંસળીઓ બનાવે છે. અગાઉ તે વાંસથી વાંસળીઓ બનાવતા પણ તેમાં ઘસારો લાગે તો થ્રેડિંગ (રેશમી દોરા વાસળીની સપાટી પર વિટાળવા) કરવું પડે. આથી તેમને વિચાર્યું કે પીવીસીમાંથી વાંસળી બનાવવામાં આવે તો આ મુશ્કેલી દૂર કરી શકાય અને વાંસળીનું આયુષ્ય વધી જાય. આમ સમય જતાં, તેમણે પીવીસીની વાંસળી બનાવવાનું શરૂ કર્યું. પીવીસીની વાંસળીમાં ઝાંખપ ન આવે, ઘસારો ન લાગે, સપાટી મેલી ન થાય તે માટે, બફ કરેલ પીવીસીની વાંસળી તેના માપના આકર્ષક હાર્ડ પીવીસી કવર સાથે તેઓ બનાવે છે.એક વાંસળી બનાવવામાં ચારેક કલાક જેટલો સમય લાગે છે.
વાંસળીઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કલાકારો અલગ અલગ માપદંડ અને ડિઝાઇનવાળી વાપરે છે. સામાન્ય રીતે ઉત્તર ભારતના કલાકારો છે. છિદ્રોવાળી વાંસળી વાપરે છે જ્યારે દક્ષિણ ભારતની કાર્નેટિક તરીકે પ્રખ્યાત વાંસળી આઠ છિદ્રોવાળી હોય છે. ઉત્તર ભારતમાં વાંસળી શબ્દ પ્રખ્યાત છે જ્યારે દક્ષિણ ભારતમાં તે વેણુ અથવા પુલનગુઝાલ તરીકે ઓળખાય છે. જ્યારે વાંસળી બનાવવામાં આવે ત્યારે તેના બે છિદ્રો વચ્ચેનું અંતર ખૂબ ચોક્કસાઈપૂર્વક કંડારવામાં આવે છે. જેના આધારે સૂરો રેલાય છે.
આ સુરાજ ભાઈએ આત્મનિર્ભર શબ્દને સાચા અર્થમાં જીવનમાં ઉતારી સાર્થક કર્યો છે.વાંસળી બનાવવાથી માંડીને વાંસળી વગાડતા શીખવાની કલા તેમણે સોશિયલ મીડિયાને ગુરુ તરીકે બનાવીને શીખી છે. વાંસળી પર રંગબેરંગી થ્રેડિંગ વર્ક તેને રોયલ લુક આપે છે.તેમના દ્વારા વાંસળીમા કસ્ટમ લોગો પ્રિન્ટ, નામ પ્રિન્ટ, બોર્ડર પ્રિન્ટ જેવી વિવિધ કળાઓ નો પણ વિકાસ કરવામાં આવ્યો છે. દેશ-વિદેશના ખૂણેથી તેમની આકર્ષક વાંસળીના ચાહકો તેમની સાથે જોડાયેલા છે. હવે બ્રાસની વાંસળી બનાવવાની તેઓ તૈયારી કરી રહૃાા છે.
રીલ અને સ્કીલને યોગ્ય માર્ગે પોતાના જીવનમાં અપનાવીને આજના યુવાનો સર્જનાત્મકતા અને સફળતાના શિખરો સર કરી રહૃાા છે. આવા તમામ સર્જકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓે.
મુલાકાતઃ તોરલ ઝવેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial