Advertisement
Author: નોબત સમાચાર

વડત્રા પાસે પ્રેમ પરિવારનો સુવિધાસભર પદયાત્રી સેવા કેમ્પ

૫ાણીના પાઉચ વહેચવાથી શરૂ કરાયેલી આ સેવા અત્યારે ૨૧મા વર્ષે મલ્ટી ડોમ સ્ટ્રકચરમાં બહુલક્ષી બની છે....

                                                                                                                                                                                                      

કોઇપણ મહાન કાર્ય એક નાનકડા વિચારબીજથી જન્મ લે છે. ભગવાન કોઈ વખત ભક્તના મનમાં એવી પ્રેરણા કરે છે કે તેનું આખું જીવન બદલાઈ જાય છે.આ અંતરપ્રેરણા જ સાચી આકાશવાણી છે એમ કહી શકાય. ફૂલડોલ ઉત્સવ પૂર્વે દર વર્ષે લાખો પદયાત્રિકો યાત્રાધામ દ્વારકા તરફ કૂચ કરે છે. શ્રદ્ધાનાં બળે સૈંકડો- હજારો કિલોમીટરની પદયાત્રા કરતા ભક્તોને માટે ખંભાળીયા- દ્વારકા હાઇ-વે પર વડત્રા પાસે 'પ્રેમ પરિવાર' છેલ્લા ૨૦ વર્ષથી સતત સેવા કેમ્પનું આયોજન કરે છે જે દર વર્ષે વધુને વધુ ભવ્ય બનતું જાય છે. કાલાવડ (શીતલા)ના રાજેશભાઇ મનસુખભાઈ નંદાણીયાને પદયાત્રિકોની સેવાનો વિચાર આવ્યો અને તેમણે પાણીનાં પાઉચ વિતરણ કરવાથી આરંભ કરીને કેમ્પ કરવાનો સિલસિલો શરૂ કર્યો. કોઈ ફંડ કે દાન વગર સ્વ ખર્ચે તેમણે આરંભ કરેલ આ સેવા યજ્ઞનો આ વર્ષે ૨૧ માં વર્ષ માં પ્રવેશ થયો છે.

'પ્રેમ પરિવાર' ના સેવા કેમ્પમાં પ્રતિવર્ષ સ્વયંસેવકો અને લોકો જોડતા જ ગયા અને પ્રેમ પરિવાર મોટોને મોટો થતો ગયો એની પાછળ કોઇપણ ખ્યાતિ વગર ફક્ત કાળીયા ઠાકરની ભક્તિ સાથે સેવાનાં ભાવને સમર્પિત આયોજન જવાબદાર છે.

આ યાત્રામાં અનેક ઉતાર ચડાવ પણ આવ્યા. વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ નાં સમયમાં કસોટી થઇ પણ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ પરની શ્રદ્ધાને પ્રતાપે તમામ કસોટીમાં ઉત્તીર્ણ થઇ આ સેવા યાત્રા અવિરત રહી. આ વર્ષે તો કેમ્પ કોઈ શ્રીમંતના પરિવારના માંગલિક પ્રસંગે ભવ્ય સેટ બનાવ્યો હોય એવો ઝળહળતો અને સુવિધાસભર છે. આ ભક્તોનો પ્રસંગ છે.

પ્રેમ પરિવારના કેમ્પમાં દરેક ભક્તને ભગવાન સ્વરૂપ માની સેવા કરવામાં આવે છે અને નર એજ નારાયણના સૂત્રને અનુસરવામાં આવે છે. મલ્ટી ડોમ સ્ટ્રક્ચરમાં ૨૪ કલાક પાણી-ન્હાવા-ધોવાની વ્યવસ્થા, મેડિકલ વિભાગ અલગ, ગાંઠીયા - ભજીયા સહિતનાં વિવિધ નાસ્તા સાથે ભોજન-પ્રસાદ વિભાગ તથા આરામ માટે પણ અલાયદો વિભાગ, ઔદ્યોગિક કૂલર, ૩૫૦૦ થી વધુ ગાદલા વગેરે સુવિધાઓ સાથે સેંકડો સ્વયં સેવકોની ફોજ સતત ખડેપગે રહે છે.

 પ્રેમ પરિવારનો આ સેવા કેમ્પ એ દ્વારકા જતા પદયાત્રિકો માટે આદર્શ કેમ્પ કહી શકાય એવો છે. જેના માટે એક ભક્તની અતૂટ શ્રદ્ધા સમર્પણ અને સેંકડો સ્વયંસેવકો તથા ભક્તોનાં સહયોગને વંદન કરવા ઘટે છે. જય દ્વારકાધીશનાં જયઘોષ સાથે આ સેવા કેમ્પનો સિલસિલો પણ દર વર્ષે આગળ વધતો રહે એવી રાજાધિરાજને પ્રાર્થના.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh