Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં અવિરત મેઘકૃપાથી ૧૧ ડેમોમાં ૧૦૦ ટકા, જયારે અન્ય ત્રણ ડેમોમાં ૯૦ ટકા કરતા વધુ જળરાશીની આવક

નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા તેમજ સતર્ક રહેવા કલેકટરની અપીલ

                                                                                                                                                                                                      

જામનગર તા.૬: જામનગર જિલ્લામાં અવિરત મેઘ કૃપાથી જિલ્લાના જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પરિણામે, જિલ્લાના કુલ ૧૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે અન્ય ત્રણ ડેમ પણ તેની ક્ષમતાના ૯૦ ટકા કરતાં વધુ ભરાઈ ચૂક્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ સતર્ક રહેવાની અપીલ કરી છે.

૧૦૦ ટકા ભરાયેલા ડેમોમાં જામનગરનો રણજીત સાગર ડેમ જે હેઠળના દડીયા, નવા મોખાણા, જુના મોખાણા, ખીમલીયા, મોરકંડા, પતારીયા ચારણવાસ, વાગડિયા ડેમ હેઠળના વાગડિયા, વાણીયા, મોટી ભલસાણ, સુમરી ભલસાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફુલઝર-૧ અને ફુલઝર-૨ ડેમ હેઠળ ખંઢેરા, નાગપુર, ગોલાણીયા, વોડીસંગ, લાલપુર તાલુકાના જસાપર, ખટિયા, બેરાજા, નાના લખિયા, મોટા લખિયા, મોડપર અને જાખરના ગામો ને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.સસોઈ ડેમ હેઠળના દોઢિયા, બાલંભડી, ગાડુકા, શાપર, આમરા, વસઈ, સરમત, બેડ, પીપળી, કાના છીકારી, ડેરાછીકારી ગામો, સસોઈ-૨ ડેમ હેઠળના મોટા ખડબા અને વાવડી.

જામજોધપુર તાલુકાના ડાઈ મિણસાર ડેમ હેઠળના સતાપર ગામ.જામનગર તાલુકાના વોડીસાંગ ડેમ હેઠળના ધૂળસીયા, ધુતારપર, સુમરી. વનાણા ડેમ હેઠળ આવતા વનાણા, ગીંગણી, સીદસર, નેલાણ, કડબાલ, કોટડા બાવીસી જ્યારે રંગમતી ડેમ હેઠળના ચંગા, ચેલા, દરેડ, જામનગર શહેર, નવા નાગના, જુના નાગના, નવાગામ ઘેડ, અને રૂપાવટી ડેમ હેઠળના લાલપુર વિસ્તારના ગામલોકોને સાવચેત રહેવા અને હેઠવાસમાં માલ ઢોર ન ચરાવવા તેમજ અવર જવર ન કરવા અનુરોધ કરાયો છે.

આ સાથે જ જે ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયા છે તેમાં જામનગર તાલુકાના સપડા ડેમ હેઠળના સપડા, મોડા, ગંગાજળા, અલીયાબાળા, શેખપાટ, ખીમરાણા, ધૂંવાવ, ખીજડીયા, નવાબંદર, જામજોધપુર તાલુકાના ફુલઝર (કો.બા) ડેમ હેઠળના કોટડા બાવીસી, ગીંગણી, સીદસર અને રૂપારેલ ડેમ હેઠળના પસાયા તથા બેરાજા ગામોનો સમાવેશ થાય છે.

હાલ પણ ભારે વરસાદની આગાહી હોય ડેમમાંથી વધુ પાણી છોડાય એ સંજોગોમાં કોઈપણ પ્રકારે જાનમાલનું નુકસાન ન થાય તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારના જોખમથી બચવા માટે નીચાણવાળા વિસ્તારોમાં અવર-જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh