Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વોર્ડ નં. ૭, ૯ અને ૧૬માં ૭ કરોડના વિવિધ વિકાસ કામોના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ખાતમુહૂર્ત

વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ બનશેઃ કોર્પોરેટરો, અગ્રણીઓ ઉપસ્થિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ત્રણ વોર્ડમાં જુદા-જુદા ૪ વિસ્તારોમાં કુલ ૭ કરોડના વિકાસના કાર્યોના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા હતાં.

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી વોર્ડ નંબર ૭, ૮, અને ૧૩ બાદ વોર્ડ નંબર ૭,૯ અને ૧૬ માં પણ આશરે ૭ કરોડ ના ૪ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા. જેના અનુસંધાને ગુરુવાર તારીખ ૧૨ ફેબ્રુઆરીના સૌપ્રથમ વોર્ડ નંબર ,-૭ મા પ્રમુખ પાર્ક સોસાયટી માં, કે જ્યાં હાલ ગાડા માર્ગ હયાત છે. તેના પર સીસી રોડ બનાવવા ના કામનું  ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ વોર્ડ નંબર ૯ માં દિપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ તેમજ ચાંદી બજાર સર્કલ થઈને માંડવી ટાવર સુધી સીસી રોડના કામનું ઇન્દુ મધુ હોસ્પિટલ પાસે ખાતમુહૂર્ત કરાયું હતું. જયારે આણદાબાવા ચકલાથી હવેલી સુધીના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું. જેની અંદાજે કિંમત ૬  કરોડ ૬૬  લાખ જેટલી થવા જાય છે, જે તમામના ખાતમુહૂર્ત કરી લેવાયા હતા. ત્યારબાદ વોર્ડ નંબર ૧૬ માં પણ વિકાસ કાર્ય હાથ ધરાયા હતા, જે પૈકી વોર્ડ નંબર ૧૬ માં વિશાલ બેકરી ની બાજુમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યાં ૩૩.૩૬ લાખના ખર્ચે આ સીસી રોડ બનવા જઈ રહૃાો છે.

ઉપરોક્ત તમામ વિકાસકર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરીને આવકાર અપાયો હતો. જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર અને મૃગેશભાઇ દવે, ઉપરાંત ત્રણેય વોર્ડના કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, અમીતાબેન બંધીયા, પ્રભાબેન ગોરેચા, ધીરેનભાઈ મોનાણી, ધર્મીનાબેન સોઢા, કુસુમબેન પંડ્યા, પાર્થ ભાઈ કોટડીયા, ભારતીબેન ભંડેરી, ગીતાબા જાડેજા ઉપરાંત  શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૭,૯ અને ૧૬ના ભાજ૫ના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh