Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીની આક્ષેપિત રકમ વસૂલવા કરાયેલો દાવો રદ્દ કરી નાખતી અદાલત

વીજચોરીના આક્ષેપમાં અન્ય એકનો છૂટકારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના બેડીના એક આસામી સામે વીજચોરીની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ગ્રાહકનો છૂટકારો ફરમાવ્યો છે. જ્યારે સિક્કાના એક મહિલા પાસેથી કહેવાતી વીજચોરીની રકમ વસૂલવા વીજ કંપનીએ કરેલો દાવો અદાલતે રદ્દ કર્યાે છે.

જામનગરના બેડીમાં આવેલા ઈમ્તિયાઝ નુરમામદ સાયચા નામના આસામીને ત્યાં વર્ષ ૨૦૨૪માં વીજ ચેકીંગ ટૂકડીએ ચકાસણી કર્યા પછી વીજચોરીનો આક્ષેપ મૂકી રૂ।.૮૯,૦૬૮નું બીલ આપ્યું હતું અને ફોજદારી ફરિયાદ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે વીજચોરીના આક્ષેપ માંથી ઈમ્તિયાઝ સાયચાનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના સિક્કામાં હનીફાબેન અનવર સુંભણીયાને ત્યાં વર્ષ ૨૦૧૯માં વીજ ચેકીંગ વખતે રૂ।.૭૭,૧૧૪ની વીજચોરીનો આક્ષેપ મૂકી બીલ અપાયું હતું અને બીલ વસૂલ મેળવવા વીજ કંપનીએ જામનગરની દીવાની અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતા વીજ કંપનીનો દાવો રદ્દ કરાયો છે. બંને કેસમાં ગ્રાહકો તરફથી વકીલ યજ્ઞેશ એમ. પંડયા, નેહલ ચાવડા, તીર્થ પંડયા, આશિષ ફટાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh