Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સજાના હુકમ સામેની અપીલમાં હુકમ યથાવતઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક આસામીને રૂ।.પોણા બે લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રહ્યો છે.
જામનગરમાં વસવાટ કરતા અંકિત ચંદ્રકાંતભાઈ નથવાણી પાસેથી તેમના મિત્ર ઉદિત ચંદુભારથી ગોસ્વામીએ રૂ।.૧,૭૫,૦૦૦ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અંકિત નથવાણીએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલી જતા અદાલતે આરોપી ઉદિત ગોસ્વામીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. મૂળ ફરિયાદથી વકીલ અશ્વિન બારડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial