Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના ટોડામાંથી પણ મોટરસાયકલ ચોરાયું:
જામનગર તા. ૧૯: જામનગરના જનતા ફાટક વિસ્તારથી ગોકુલનગર તરફના રોડ પરથી એક આસામીનું રૂ।.૧૦ હજારનું બાઈક ચોરાઈ ગયું છે. ખંભાળિયા બાયપાસ નજીકથી ત્રણ સપ્તાહ પૂર્વે એક બાઈકની ઉઠાંતરી થઈ છે અને કાલાવડના ટોડા ગામમાં ઘર પાસેથી મંગળવારે રાત્રે એક ખેડૂતનું વાહન ચોરાઈ ગયું છે. પોલીસે ત્રણેય ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામના વતની અને હાલમાં સરદાર પાર્કની શેરી નં.૧માં રહેતા જગદીશભાઈ વિઠ્ઠલભાઈ ખાણધર નામના આસામીએ ગઈ તા.૨૩ જાન્યુઆરીની સવારે જીજે-૧૦-એજે ૯૨૦ નંબરનું રૂ।.રપ હજારનું હીરો મોટરસાયકલ ખંભાળિયા બાયપાસ પાસે સ્વામીનારાયણ મંદિરની દીવાલ નજીક ગોળાઈમાં પાર્ક કર્યું હતું. તે પાર્કિંગમાંથી આ વાહન સાંજ સુધીમાં ચોરાઈ ગયાની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.ર૩માં રહેતા અનિલભાઈ જગુભાઈ હરવરા નામના આસામીએ જીજે-૧૦-સીએન ૧૧૭૮ નંબરનું બાઈક ગઈ તા.૮ની સવારે રોઝી પેટ્રોલપંપથી જકાતનાકા તરફ જવાના રસ્તા પર મૂક્યા પછી બીજા દિવસની સવાર સુધીમાં રૂ।.૧૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામના દેવેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂતે મંગળવારની રાત્રે પોતાના ઘરની બહાર લીમડાના ઝાડ નીચે જીજે-૧૦-એએસ ૧૪૮૪ નંબરનું હીરો મોટરસાયકલ રાખ્યું હતું. ત્યાંથી ગઈકાલની સવાર સુધીમાં રૂ।.૧પ હજારનંુ વાહન ચોરાઈ ગયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial