Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ કોન્ટ્રાક્ટરે આઠ સામે નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૭: પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સમીરભાઈ સામતભાઈ બાપોદરા નામના આસામીએ જીએચસીએલ કંપની પાસેથી તેમના કોલસાના પરિવહનમાં પોતાના ટ્રાન્સપોર્ટના ટ્રક મૂકવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. તે પછી મૂળ પોરબંદરના કીંદરખેડા ગામના અને હાલમાં જામનગરના ખોડિયાર કોલોનીમાં વસવાટ કરતા દિલીપ લખમણભાઈ ઓડેદરા નામના આસામીએ પેટા કોન્ટ્રાકટ લીધો હતો. સમીર ટ્રાન્સપોર્ટના પેટા કોન્ટ્રાકટમાં દિલીપભાઈના મૂકવામાં આવેલા ટ્રકના ડ્રાઈવર મુન્ના કનસીંગ ભુરીયા, નરશીભાઈ પુનાભાઈ વાઘેલા, હનીફ આદમ લોરૂ અને સેતુલ જાદવભાઈ ખરા નામના ડ્રાઈવરોએ સિદ્ધનાથ ઈન્ડસ્ટ્રીઝના લોડરના ડ્રાઈવર મનોજ સવજીભાઈ કણઝારીયા તેમજ વેબ્રીજનું સંચાલન કરતા નિતેશ પ્રેમજીભાઈ નકુમ, ભાવિક વિનોદભાઈ કણઝારીયા સાથે મળી જઈ છેતરપિંડી શરૂ કરી હતી. આ શખ્સો નયારા કંપનીમાં લઈ જવાતા કોલસાના જથ્થામાં રસ્તામાં ભેળસેળ કરી લેતા હતા. આ રીતે ઉપરોક્ત શખ્સોએ રૂ.૪૫,૧૪,૫૧૬ની કિંમતના ૨૬૭ ટન જેટલા કોલસાના જથ્થામાં ભેળસેળ કરી રૂ.૮,૫૯,૯૭૦ કમાઈ લીધા હતા. તેની જાણ થતાં આઠેય શખ્સ સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સમીરભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial