Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે
ખંભાળીયા તા. ૧૮: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની એડવાન્સ શુભેચ્છાના ભાગરૂપે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ તથા તાલુકાઓમાં ૩૬૦થી વધુ સ્થળે રક્તદાન કેમ્પો યોજીને વિશ્વ રેકોર્ડ કરવાનું સેવાકાર્યનું આયોજન થયું હતું, તે સફળ રહ્યું હતું.
દ્વારકા જિલ્લામાં સંયુકત કર્મચારી મહામંડળના અગ્રણીઓ વજશીભાઈ ગોજીયા, મેરામણભાઈ ગોજીયા, રાજેશભાઈ વસરા વગેરે દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ખંભાળીયા તાલુકામાં ૨૭૩, ભાણવડમાં ૨૬૩, કલ્યાણપુરમાં ૨૨૩, દ્વારકામાં ૩૬૧ મળી કુલ ૧૧૦૦ બોટલ રક્તદાન એકજ દિવસમાં થયું હતું.
કલેકટર, જિ.શિ./ડી.ડી.ઓ. જોડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા રક્તદાન કેમ્પોમાં દ્વારકા જિલ્લા કલેેકટર રાજેશ તન્ના, જિલ્લા શિક્ષણાધિકારી ડો.હર્ષવર્ધનસિંહ જાડેજા, મધુબેન ભટ્ટ, લાયન્સ કલબના પ્રમુખ પરબતભાઈ ગઢવી, અગ્રણીઓ એભાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, મંત્રી મૂળુભાઈ બેરાના પી.એ. આંબલીયાભાઈ જોડાયા હતા. રક્તદાન કેમ્પમાં ટી.ડીઓ. કે.વી.શેરઠીયાએ ૬૫મી વખત રક્તદાન કર્યું હતું તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા ૫૩મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial