Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીના જિલ્લામાં જ અસંતોષઃ
ચંદીગઢ તા. ૧૦: પંજાબમાં 'આપ'ને ઝટકો લાગ્યો છે. સી.એમ. ભગવંત માનના જિલ્લાના ૮ કાઉન્સિલરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો લાગ્યો છે. સંગરૂર નગરપાલિકાના આઠ નગરસેવકોએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે, જેમાં નગરપાલિકાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પણ સામેલ છે.
તેમનું કહેવું છે કે, તેઓ નગરપાલિકાના અધ્યક્ષના કામકાજ અને ખોટા વલણથી સંતુષ્ટ નથી, જેથી પાર્ટી છોડી રહ્યા છીએ. આ અંગે નગરપાલિકાના અધ્યક્ષ ભૂપિન્દર સિંહ નાહલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સાત પાર્ષદનો સહકાર છે. અપક્ષમાંથી આવેલા પાંચ પાર્ષદોએ સાથ છોડ્યો છે, પરંતુ તેઓ પણ ફરી પાછા ઝડપથી પાર્ટીમાં સામેલ થશે.
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાંચ અપક્ષના પાર્ષદોએ પાર્ટીનો સાથ છોડ્યા પછી હવે તેઓ પાર્ટીમાં પરત ન ફરે અથવા નગરપાલિકામાં આપેલું સમર્થન પાછું ખેંચી લ્યે તો અધ્યક્ષને પદ પરથી દૂર કરવા પડશે.
આ વિવાદ વધ્યો છે, કારણ કે મુખ્યમંત્રી ભગવંત માન પોતે આ જિલ્લાના છે. હરપાલ સિંહ ચીમા, બરિન્દર કુમાર ગોયલ અને અમન અરોડા પણ આ જિલ્લાના રહેવાસી છે. જો નગરપાલિકામાંથી ટેકો પાછો ખેંચવામાં આવે તો આમ આદમી પાર્ટીને મોટું નુક્સાન થઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ર૯ બેઠકમાંથી સાત બેઠક પર જીત મળી હતી. બાદમાં અપક્ષના પાંચ પાર્ષદનો ટેકો મળતા તેણે ૧ર બેઠકનો બહુમત મેળવ્યો હતો. ત્યારપછી ધારાસભ્ય અમન અરોડા, નરિન્દર કૌર ભરાજના મત અને અન્ય બે અપક્ષના સમર્થનથી આમ આદમી પાર્ટીને અધ્યક્ષ બનાવવામાં મદદ મળી હતી. નગરપાલિકાના ચેરમેનની ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય પણ મત નાખવાનો અધિકાર ધરાવે છે. સંગરૂરમાં કોંગ્રેસના નવ નગરસેવકો છે, અને ભાજપ પાસે ત્રણ સભ્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial